Gujarat
સાવલી નગરના રસ્તા પેહલા વરસાદમાં ધોવાયા ખાડા ના કારણે આઈસર ઉંધી પડી
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ગુજરાત માં.ચોમાસુ વિધિવત બેસી ગયું છે સાવલીમાં પણ બે દિવસ થી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પહેલા વરસાદે જ સાવલી નગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે અત્યાર સુધી નગર પાલીકાએ પારદર્શક વહીવટનુ ઢોલ વગાડ્યુ અને પ્રથમ વરસાદે નગર પાલિકાની વાતો પોકળ હોવાની પીપૂડી વગાડી દીધી સાવલી નગરના મુખ્ય માર્ગો કે જે ચોવીસ કલાક વાહનોથી ધમધમે તે રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને નવીન બનેલ રસ્તાઓ તૂટેલી અવસ્થામાં જોઈ શકાય છે.
સાવલી નગર માં.થોડા જ સમય.પેહલા રસ્તાઓ બનાવેલ હતા જે નવીન પાઇપ લાઇન નાખવા ફરી થી તોડી નાખવામાં આવ્યા છે ..પાલિકા નાં સતાધીશો અને લોભિયા કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર અને પ્રજા નાં નાણાં નો દુર્વ્યય થતો સ્પષ્ટ જોઈ શકાય છે .સાવલી નગર નાં જાગૃત નાગરિકો દ્વારા નગર જાહેર રસ્તાઓ ઉપર ઠેરઠેર ગટર નાં ઢાંકણા અને ખાડા પડી પડી ગયેલ હોવાથી મૌખિક અને લેખિત માં.રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પાલિકા નાં પેટ પાણી હલતું નથી.
સાવલી પાલિકા ફક્ત ને ફક્ત વેરા વસૂલાત અને ગ્રાન્ટ નો ફાવે એમ દુર્વ્યય અને પોતાના લાગતા વળગતા નાં ખીસા પ્રજા નાં પૈસે ભરવામાં. મસગુલ હોઈ એવું જણાઈ રહ્યું છે.ચોમાસા ની શરૂઆત માંજ એવી સ્થિતિ છે તો ભર ચોમાસે સાવલી નગર ની સુ હાલત થઈ તે વર્તમાન પરિસ્થિતિ જોઈ ને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે