Gujarat
જોરાપુરા દાઉદ્રા ના સરપંચે પંચાયતના સભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો

10 મુદ્દાને લઇ પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી ગ્રામ પંચાયત ને બરતરફ કરવા રજૂઆત કરાઈ ઘોઘંબા તાલુકાના જોરાપુરા દાઉદ્રા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય વચ્ચે મનમેળ ન થતા ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે સરપંચ મુકેશભાઈ રાઠવા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કરી મનસ્વી રીતે કામ કરતા હોવાના આક્ષેપ કરી ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી હતી.
જોરાપુરા દાઉદ્રા ગ્રામ પંચાયતના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસના દસ મુદ્દા આપ્યા હતા જેમાં છ મહિનાથી ગ્રામસભા બોલાવી નથી, વિકાસની ગ્રાન્ટનો દુરુપયોગ, આરસીસી કામોમાં ગુણવત્તા નો અભાવ, હેડ પંપ બોર મોટરના કામો શંકાસ્પદ, સભ્ય સાથે ગેરાયક વર્તન, ગ્રામ પંચાયતોના કામોનો વહીવટ સભ્યોની જાણ બહાર કરવામાં આવે છે.
આવાસો માં કટકી તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ જોરાપુરા દાઉદ્રા ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો રંગલી બેન નવલાભાઇ રાઠવા, નીરૂબેન વિક્રમભાઈ રાઠવા, અલ્પાબેન કિશોરસિંહ ચૌહાણ, લીમસીંગભાઇ ભીમસિંગ ભાઈ રાઠવા,જશવંતભાઈ નરવતભાઈ ડામોરે અવિશ્વાસથી દરખાસ્ત ઉપર સહી કરી પોતાની મંજૂરી આપી તાલુકા વિકાસ અધિકારીની રૂબરૂમાં હાજર રહી હાથો હાથ અવિશ્વાસની દરખાસ્ત આપી આ બાબતે વહેલી તકે નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી