Vadodara
સાવલી આઈસીડીએસ શાખા દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા નું આયોજન કરાયું
વડોદરા જિલ્લા ના સાવલી નગર માં મહિલા અને બાળવિકાસ વિભાગ હસ્તક સંચાલિત આઈસીડીએસ શાખા સાવલી દ્વારા એપીએમસી હૉલ માં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા નું આયોજન કરાયું હતું રાજ્યસરકાર દ્વારા મહિલાઓ અને બાળકો સઘર્ભા ધાત્રી ઓ કિશોરીઓ ના જનકલ્યાણ હેતુ પૂર્ણાં યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ, વ્હાલીદીકરી, જેવી અનેક યોજનાઓ ચાલી રહેલ છે.
તે અંતર્ગત દીકરી જન્મ ને પ્રોત્સાહન દીકરીઓ ના શિક્ષણ પોષણ બાળલગ્ન પ્રતિબંધ સલામતી અને સુરક્ષા મુખ્યહેતુ હોવાથી સદર યોજનાઓ ના સંકલન માં ભારત સરકાર ની થીમ કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષિત કિશોરી મેળો સાવલી તાલુકાપંચાયત ના પ્રમુખ કિરીટભાઈ બારોટ ની અધ્યક્ષતા માં યોજાયો આ કાર્યક્રમ માં મહિલા અને બાળવિકાસ આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ શ્રમઅને રોજગાર વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીકતા સહિત ના વિભાગ ના સ્ટોલ લગાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આંગણવાડી કાર્યકર્તાઓ એ પણ વિવિધ પૉવષ્ટીક વાનગીઓ નો સ્ટોલ લગાવ્યો હતો આ પ્રસંગે તાલુકાહેલ્થઓફીસર,સમાજસુરક્ષા અધિકારી, ચાઈલ્ડપ્રોટેક્શન ઓફીસર,નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફીસર સહિત અનેક વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
તસવીર:ઇકબાલહુસેન લુહાર