Surat
સુરતમાં કાળઝાળ ગરમીએ પીગાળ્યા રોડ? ચાલકોના ટાયર સાથે ચંપલ પણ ચોંટ્યા

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
અડાજણ વિસ્તારમાં બનેલા આ એપ્રોચ રોડ પીગળતા લોકોના મનમાં એનેક સવાલો ઉભા થયા છે.રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં સુરતમાં એક હાસ્યાસ્પદની સાથે ચોંકાવનારી ઘટના બની છે.
શહેરમાં આકરા તાપ વચ્ચે સવારે બનાવેલો એપ્રોચ રોડ પીગળી ગયો છે. ત્યાંથી પસાર થતા વાહનચાલકોના ટાયર અને બૂટ ચંપલ પણ ઓગળેલા રોડના ડામરમાં ચોંટી જતા હતા. જેના કારણે લોકોને ઘણી જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે બનાવેલો રોડ બપોર સુધીમાં પીગળવા માંડતા સુરત મનપાની ઘોર બેદરકારી સામે આવી છે.