Gujarat
સંતરામપુર જૈન મંદીર પાસે ગટરો ઉભરાતા ભક્તોની લાગણી દુભાઈ

સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 2 મેઇન બજાર જૈન મંદિર પાસે ગટરો ઉભરાતા અહિંસા પરમો ધર્મ ને માનનારા ભક્તો ગંદકી થી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે . જૈન મંદિરે આવતા દર્શનાર્થીઓ અસહ્ય ગંદકી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક રહીશોએ આ બાબતે સંતરામપુર નગરપાલિકા રજુઆત કરેલ હોવા છતાં તંત્ર દ્વારા નકકર કામગિરી કરેલ જોવા મળી નથી .
જેથી મંદિરે દર્શન કરવા આવતા ભક્તોની લાગણી દુભાઈ રહીછે ધાર્મિક સ્થળોની આસપાસ ની ગંદકી વહીવટી તંત્ર ની પોલ ખોલી રહીછે જૈન મંદિર પાસે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા ભક્તોમાં ઉઠવા પામી છે.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.