Chhota Udepur
પાવીજેતપુર પંથક ના શિવાલયો ભક્તોથી ઉભરાયા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના તમામ શિવાલયોમાં આજે શિવ ભક્તોનું મહેરામણ ઉમટ્યું ત્યારે કદવાલ ભીખાપુરા વિસ્તારમાં આવેલા તમામ શિવાલયોમાં ભાવિક ભક્તોના ટોળેટોળા દર્શનાર્થે આવતા જોવા મળ્યા ગઢ ભીખાપુરા થી નજીક આવેલું ખટાસ ગામનું પૌરાણિક અને સ્વયંભૂ હનુમાનજી મંદિરે આજે શિવાલયમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી આજે કુવારીકાઓ મહાદેવજી ની પૂજા અર્ચના કરી હતી અને ધંધાદારીઓ પોતે પોતાના ધંધાને આગળ તપાવવા માટે શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે.
ત્યારે આપ અવસર નિમિત્તે ખટાસ ગામના હનુમાનજી મંદિરે શિવજીને પ્રિય એવા ધતૂરો, મધ, દૂધ વગેરેથી તેઓને અભિષેક કરવામાં આવ્યા ત્યારે ખટાશ ભીખાપુરા ગામના મંદિરોના વહીવટ કરતા હોય શિવજી ના પ્રસાદ ભાંગ બનાવી ભકતોને પીરસવામાં આવી હતી.
પ્રીતમ કનોજીયા પાવીજેતપુર