Kheda
થર્મલ ખાતે આવાસની જમીન ઉપર બનાવેલું શોપિંગ તોડી પાડવામાં આવ્યું

આજ રોજ સરકારી તંત્ર દ્વારા થર્મલમા ઇન્દિરા આવાસ માટે ફાળવેલ જમીનમા બનાવેલ દુકાનો તોડી નાખવામા આવી હતી. નાયબ મામલતદાર ની હાજરી મા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. થર્મલ ખાતે સવારે ૧૧કલાકે સેવાલિયા મામલતદાર ની ટીમ પહોંચી હતી. જેમા મામલતદાર, પી. એસ. આઇ. અને ૧૦ થી વધારે પોલીસ કોન્સ્ટેબલ ની હાજરી મા કામગીરી હાથ ધરાઈ હતી.
ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાળા ખાતે ટીપીલેન્ડ પ્લોટ નંબર ૩૦,૩૧ અને ૩૨ ફાળવવામાં આવ્યા હતા જે પ્લોટ જમીન વિહોણા પટેલ ડાહ્યાભાઈ ગોવિંદભાઇને ફાળવવામાં આવેલ હતા જે માત્ર આવાસ માટે સરકારે ફાળવેલ પ્લોટમાં થર્મલ ખાતે રહેતા એક શિક્ષક અને તેના ભાગીદાર દ્વારા ૭ કોમર્શિયલ દુકાનો બનાવી દેવામાં આવી હતી. જેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં ભારે બંદોબસ્ત સાથે શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવ્યું હતું
(પ્રતિનિધિ દક્ષેશ શાહ)
