Connect with us

Editorial

બહેન હસનને જોઈ દડદડ આંસુ સાથે રડવા માડી પરંતુ હસને એનો ભાઈ છે એવું માની રાખડી બાંધવા જણાવ્યું

Published

on

The sister started crying with profuse tears seeing Hasan but asked Hasan to tie the rakhi believing him to be her brother.

વિજય વડનાથાણી.

• કુરિયર •

Advertisement

“અરે યાર ! વળી પાછું આ કુરિયર ? હવે આ કોણ પહોંચડવા જશે ? આ વખતે કોને મોકલું ?” એક કુરિયર સર્વિસના મેનેજરે એક કવર હાથમાં લેતાં બોલ્યો.કવર લઈ ઓફીસમાંથી બહાર આવતાં ફરી એણે કહ્યું,” અરે કોઈ હસનને બોલાવો ભાઈ ! ક્યાં છે એ ?” એટલામાં કોઈએ કહ્યું,” એ …પેલા સામે જ આવે છે જુઓ.” મેનેજરે નજર કરી તો હસન હાથમાં કેટલાક કવર લઈ આવતો દેખાયો. ઓફિસના દરવાજે ચહલપહલ જોઈ તે સમજી ગયો.તેણે ત્યાંથી જ મોટા અવાજે કહ્યું,” એ…..લાવો એ કુરિયર મારે એને ઠેકાણે પહોંચાડવાનું છે.” મેનેજરે નજીક આવતાં જ કુરિયર જાણે માલિકને જ સોંપતા હોય એમ હસનના હાથમાં થમાવી દીધું.હસન ચૂપચાપ લઈ ચાલતો થયો.એને કુરિયર લઈ જતો જોઈ એક જણ બબડ્યો,”આ ધંધો તો હસનભાઈને જ પોસાય ! આપણું કામ નહીં હો ! હું તો એકવાર ગયો છું એટલે જાણું છું.”

હસન એક રીટાયડૅ ફૌજી હતો.રીટાયડૅ થયાના છ જ મહિના પછી એ આ કુરિયર સર્વિસમાં નોકરી કરવા જોડાયો હતો.જેમ દેશપ્રેમ પૂરી નિષ્ઠાથી નિભાવ્યો હતો એમ અહી નોકરી પણ એટલી જ પ્રમાણિકતાથી કરતો હતો. અહિયાં પણ તેની ખુદ્દારી ચોતરફ મહેંકતી હતી. તેના આવ્યા પછી કંપની પણ સારો નફો કરી રહી હતી એટલે મેનેજર પણ હસન બાબતે ઠરીઠામ હતા.

Advertisement

વાત જાણે એમ હતી કે હસન જ્યારે આર્મીમાં નોકરી કરતો હતો ત્યારે તેની સાથે જ તેનાથી પાંચ વર્ષ નાનો આસામના એક દુર્ગમ વિસ્તારનો પવન થાપા નામનો યુવાન નોકરી કરતો હતો. બંને વચ્ચે સારી મિત્રતા હતી. બંને સગા ભાઈઓની જેમ રહેતા હતા. પવન થાપાના માં બાપ તો અડધી જિંદગી જ સ્વર્ગે સિધાવી ચૂક્યા હતા એટલે પવનને જ પોતાની એકની એક બહેનનો ઉછેર સારી રીતે કરી તેના લગ્ન પણ કરાવ્યા હતા. પવનની પરીક્ષા હજુ સુધી પૂરી જ ના થઈ હોય એમ કુદરતે તેના માથે બીજો દુઃખનો ડુંગર ધરબી દીધો.લગ્ન કયૉના સાત જ વર્ષમાં બહેન વિધવા થતાં પવને તેણીને પાતાના ઘરે જ લાવી દીધી હતી.બહેનને એક ભાણો અને એક ભાણી એમ બે સંતાનો હતા.પવનને નાનું ખેતર હતું તેમાં ચાની ખેતી કરી તેણી જીવન ગુજારતી હતી.

The sister started crying with profuse tears seeing Hasan but asked Hasan to tie the rakhi believing him to be her brother.

હવે આજથી બે વર્ષ પહેલા જ્યારે આ કુરિયર કંપનીમાંથી જ્યારે એના ભાઈનો રક્ષાબંધન ઉપર પત્ર આવ્યો હતો ત્યારે કંપનીનો એક માણસ ત્યાં કુરિયર આપવા ગયો હતો ત્યારે પવન થાપાની બહેને એ કર્મચારીને ખૂબ ખખડાવ્યો હતો.”પોતાનો ભાઈ કેમ ના આવ્યો ? તું કેમ કુરિયર લઈ આવ્યો ?” એવી નવી નવી ફરિયાદો કરતી હતી એટલે કુરિયર કંપનીનો સ્ટાફ ત્યાંનું કોઈ કુરિયર આવે તો આપવા જતો નહીં. હવે ગયા વર્ષથી જ્યારે હસન આવ્યો ત્યારે આ કુરિયર એ બેનને આપવા ગયો હતો. તેને તો ખબર જ હતી, છતાં જાણી જોઈને એ એની બહેનને કુરિયર આપવા ગયો હતો એ ઘરે જતા જ પેલી બહેને હસનને ઘણું બધું ખરું ખોટું સંભળાવી દીધું અને પોતાનો ભાઈ કેમ નથી આવતો ? એ જાણવા કોશિશ કરી હતી પણ હસને એને જેમ તેમ કરી મનાવી લીધી હતી.

Advertisement

આ વખતે તો તે ખૂબ ગમગીન બની ગયો હતો. કારણ કે ગયા વખતે તો એણે પોતાનો ભાઈ આકસ્મિક સંજોગોના કારણે આવી શક્યો નથી એવું બહાનું બતાવ્યું હતું પણ આ વખતે કયા બહાને એ બહેનની ડેલીએ ચડવું અને શું જવાબ આપવો ? એ વિચારે જ એના પગ અત્યારથી જ ધ્રુજવા લાગ્યા હતા. મહામુસીબતે હિંમત એકઠી કરી તે પેલી બહેનના આંગણે ગયો. તેને આવતો જોઈ બન્ને ભાણેજ “મામા આવ્યા….મામા આવ્યા…” એમ હરખાતા હરખાતા કાખમાં ચડી ગયા. હસને પણ જાણે સગો મામો હોય એ રીતે પોતાના ભાણીયા માટે અને બહેન માટે પણ એક રાખડીની સાથે ભેટ લાવ્યો હતો. બહેન હસનને જોઈ દડદડ આંસુ સાથે રડવા માડી હતી પરંતુ હસને ગયા વખતે જ પોતે જ એનો ભાઈ છે એવું માની રાખડી બાંધવા જણાવ્યું હતું એટલે બહેને હસનના આવતા જ તેને સગી બહેનની જેમ આવકાર આપી બેસાડ્યો. ચા નાસ્તો કરાવી અને તેની પૂજા કરીને રાખડી બાંધી હતી. દર વખતની જેમ બહેને તરત જ પ્રશ્ન પૂછ્યો,”હસનભાઈ તમે તો કહેતા હતા કે આ વખતે મારો ભાઈ આવશે જ છતાં આ વખતે પણ ના આવ્યો ? તમે કેમ ખોટું બોલ્યા મારા આગળ ? જે હોય એ સાચું જણાવો ને ! કેમ મને કહેતા નથી ? મારો ભાઈ ક્યાં છે ?”
ભાણિયો પણ કાલુઘેલુ બોલ્યો,” મમ્મી પવનમામા તો દર વખતે આવું જ કરે છે ! પોતે તો આવતા નથી અને આ મામા સાથે ભેટ મોકલી આપે છે.”હસન કશું જ બોલ્યા વગર પોતાના આંસુ સંતાડવા કોશિશ કરી રહ્યો હતો. મનોમન અંદર સળવળતો એક જવાબ છેક ગળા સુધી આવ્યો હતો.

“જે એક માની રક્ષા કાજે બે વર્ષ પહેલાં જ ભારતમાતાનો પાલવ ઓઢી કાયમ માટે પોઢી ગયો છે એને હું કેવી રીતે પાછો લાવું ? આ બહેનને ક્યાં ખબર છે કે આ કુરિયર અને સોગાદો બધું જ ગયા વર્ષથી હું પોતે જ મોકલું છું. પણ વળી પાછો પરિસ્થિતિનો ખ્યાલ આવતા જ એ સવાલને કડવા ઘૂંટડાની જેમ પાછો ગળી જઈને આંતરડામાં ઉતારી દીધો.

Advertisement
error: Content is protected !!