Surat
ચોરીની ઘટના ને અંજામ આપતા તસ્કરો પોલીસ ના સંકજામાં
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા કેસો શોધવા બાલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.ત્યારે માહિતીના આધારે પાલ પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લીધા સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના વણ ઉકેલાયેલા કેસો શોધવા બાલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.
ત્યારે માહિતીના આધારે પાલ પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રણ લોકોની ધરપકડ કરી હતી.આ ત્રણ ઈસમોમાં નિલેશ ઉર્ફે બાબુ પલાસ, નઈમુદ્દીન ઉર્ફે કરીમ અમીરુદ્દીન સૈયદ અને મયુર ઉર્ફે મિજરો સોલંકીનો સમાવેશ થાય છે. પાલ પોલીસે ઘરચોરીના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રોકડા રૂ. 14,200 અને ગુનામાં વપરાયેલી રૂ. 40,000ની કિંમતની યામાહા કંપનીની મોટર સાયકલ કબજે કરી હતી.
આરોપીની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, બે ચોરીના બનાવો આ શખ્સોએ કર્યા હતા. પાલ પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને આરોપીઓએ આ બંને ગુનાની કબૂલાત કરી છે અને પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુના વચ્ચેનો તફાવત જણાવવામાં આવ્યો છે. .