Connect with us

Surat

ઉડતા સુરત બનેતે પહેલા SOGએ 61 કિલો ગાંજો પકડી પાડ્યો

Published

on

The SOG seized 61 kg of ganja before the Udta Surat took off

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

સુરત શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં છેલ્લા બે વર્ષથીનો ડ્રગ્સ ઇન સુરત ડ્રાઇવ અંતર્ગત ઘણા ડ્રગ્સ માફિયાઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ત્યારે સુરત SOG ને ગાંજાનો મુદ્દામાલ પકડવામાં મોટી સફળતા મળી છે.

Advertisement

The SOG seized 61 kg of ganja before the Udta Surat took off

સુરત SOG દ્વારા બાતમીના આધારે વરાછાના પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મકાનમાં દરોડો કરવામાં આવ્યો હતો અને 61 કિલો ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. SOG દ્વારા પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા 24 એ નંબરના કારખાના ના અગાસી પર બનાવવામાં આવેલા રૂમમાં તપાસ કરવામાં આવી હતી અને આ રૂમમાં સંતાડવામાં આવેલો 61 કિલો ગાંજા નો મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો તેથી પોલીસ દ્વારા આ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.એસ ઓ જીની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગાંજાનો મુદ્દામાલ કોઈ ઓરિસ્સાવાસી ઈસમ લાવ્યો છે. તેથી પોલીસ દ્વારા ઓરિસ્સાવાસી ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ ઈસમ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!