Panchmahal
પુત્રવધૂને મારથી બચાવવા વચ્ચે પડેલ માતા-પિતા પર પુત્ર લાકડી લઇ ફરી વળ્યા
પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ છાવડ ગામે નશામાં ધૂત બનેલ દિકરાએ પોતાના સગા માતા-પિતા ઉપર લાકડી વડે હુમલો કરીને ઇજાગ્રસ્ત કરતા તાત્કાલીક ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે માતા-પિતાએ પોતાના દિકરા વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.ગોધરા તાલકાના છાવડુ ગામે આવેલા ધારિયા ફળિયામાં રહેતા માનસિંગભાઈ નાથાભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, ગત 19 તારીખે રાત્રિના સમયે તેઓ પોતાના ઘરે હાજર હતા અને જમવાનું બનાવી રહ્યા હતા. તે વેળાએ તેઓનો પુત્ર બાબુભાઈ બારીયા દારૂ પીને આવીને તેની પત્ની સાથે મારઝૂડ કરી રહ્યો હતો. જેને લઇને માનસિંગભાઈ વચ્ચે છોડાવવા પડતા બાબુભાઈ બારીયાએ તેઓને માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ માનસિંગભાઈના પત્ની શાંતા બેનને પણ લાકડી વડે મારમારી ને ઈજા ઓ પહોંચાડી હતી. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં મા નસિંગ ભાઈ ને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
સમગ્ર મામલે માતા-પિતા પર દારૂ પીને હુમલો કરનારા પુત્ર સાથે તાલુકા પોલીસે ગનો નોંધીને કાયદેસરનુ કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા તાલુકા ના છાવડ ગામે બનેલ બનાવને લઈને ઇજાગ્રસ્ત છાવડ ગામના માતા-પિતાની મુલાકાત લઈને સમગ્ર ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માનસિગભાઈ નાથાભાઈ બારીયાએ જણાવ્યું હતું કે અમે લોકો બહાર ગયા હતા ત્યારબાદ ઘરે આવી રસોઈ બનાવતા હતા. એ દરમિયાન મારો દિકરો બાબુભાઈ બારીયા અને તેની પત્ની અંદરો અંદર ઝઘડો કરી રહ્યા હતા. એ દરમિયાન બંનેને છોડાવવા માટે વચ્ચે પડ્યા ત્યાર આવેશમાં મારો દિકરો બાબભાઇુ બારીયા એ મારી પત્ની શાંતાબેન ઉપર લાકડી વડે હુમલો કરતા મારી પત્નીજમીન ઉપર પડી ગઈ હતી. ત્યારબાદ મારો દિકરો મને મારવા માટે પાછળ દોડ્યો હતો ત્યારે હું અમારા ગામના માસ્તરના ઘરે જતો રહ્યો હતો. પુત્રએ મારી પાછળ પાછળ આવીને લાકડીના ડંડા વડે હાથ પગ અને છાતીના ભાગે ગંભીર પ્રકારે મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમ છતાં પણ મેં હિંમત રાખીને ત્યાંથી અન્ય જગ્યાએ ભાગી જઈને મેં મારો જીવ બચાવ્યો હતો. ઘટના અં ગે શાંતા બે ન બારીયાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમમારો દિકરો તેની પત્નીને માર મારી રહ્યો હતો ત્યારે મેં વચ્ચે છોડાવવામાં પડ્યા હતા. ત્યારે મારો દિકરો એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મને હાથમાં અને પગના ભાગે મારી ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી હતી.