Vadodara
રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીએ પૌરાણિક ગૌશાળા ની મુલાકાત લીધી

સાવલી માં યોજાયેલ સમૂહલગ્ન માં ઉપસ્થિત રાજ્યના કૃષિપાલન મંત્રી એ જિલ્લા ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ગૌશાળા ની મુલાકાત કરી
સાવલી ના સ્થાનિક ધારાસભ્ય આયોજિત વિરાટ સમૂહલગ્ન સમારંભ માં ઉપસ્થિત રહેલા રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી એ જિલ્લા સંકલિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સાવલી માં આવેલ પૌરાણિક ગૌશાળા ની મુલાકાત લીધી
વડોદરાજિલ્લાના સાવલી માં આજે 135 વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય કેતન ઇનામદાર એ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહલગ્ન નું આયોજન કરાયું હતું જેમાં નવદંપતિ યુગલો ને આશીર્વાદ આપવા મુખ્યમંત્રી ભાજપા પ્રદેશઅધ્યક્ષ, ગૃહરાજયમંત્રી સાંસદ ધારાસભ્યો સહિત નું મંત્રી મંડળ ઉપસ્થિત રહ્યું હતું કાર્યક્રમ બાદ ઉપસ્થિત રહેલા રાજ્યના કૃષિઅને પશુપાલન,ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ ગ્રામ્ય વિકાસ મંત્રી રાધવજી પટેલ એ સાવલી ના આરાંમગૃહ ખાતે જિલ્લા ના સંકલિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સાવલી માં સુપ્રસિદ્ધ હરિરાયજીમહાપ્રભુજી ની બેઠક મંદિર સંચાલિત પૌરાણિક ગોવશાળા ની મુલાકાત લીધી હતી અને સમૂહલગ્ન માં ઉપસ્થિત મુખ્યમંત્રી એ વડોદરા જિલ્લાના બટાકા ની ખેતી કરતાં ખેડૂતો ને પણ સરકારી સહાય યોજનાઓ ના લાભ માટે સમાવેશ કરાયાં હોવાની માહિતી આપી હતી