Gujarat
સ્ટેટ મોનીટરીંગ સેલે ખરોડ થી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા

પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસને બાતમી મળી હતી કે ઘોંઘબાના ખરોડ ગામ નજીક થી એક મોટર સાયકલ પર બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો લઇ હેરાફેરી કરવાનાં છે જે બાતમીના આધારે પોલીસે ઘોંઘબાના ગોદલી રોડના ખરોડ ગામ નજીક વોચમાં હતા દરમ્યાન બાતમી વાળી બાઈક આવતા તેને રોકતા બાઈક પર બંને ઈસમો ગોદલી ગામેથી બાકરોલ ગામે દારૂની ડિલિવરી આપવા આવ્યા હતા નું જણાવતા પોલીસે વિદેશી દારૂની 156 નંગ બોટલો જેની કીમત 28,020 નો વિદેશી દારૂ સહિત એક બાઇક જેની કીમત 20 હજાર અને અન્ય સાધનો મળીને કુલ રૂ ૫૩,૫૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો
અને દારૂનો જથ્થો મોકલનાર 2 લિસ્ટેડ બુટલેગર તથા જથ્થો મંગનાવવાર સહિત પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે ઝડપાયેલા ઇસમોમાં સોમાભાઈ બળવંત ભાઈ ઉર્ફે બોડા બારીયા રહે. ગોંદલી ગામ તા.ઘોઘબા તેમજ પંકજભાઈ વિનોદભાઈ રાઠવા રહે. ગોદલી ગામ નાઓ આ તમામ સામે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે