Connect with us

Panchmahal

ગુજરાત મોડલની પોલ ખોલતી ગુજરાતની શિક્ષણની સ્થિતિ

Published

on

The state of education in Gujarat opens the door to the Gujarat model

(સુરેન્દ્ર શાહ દ્વારા)

ગુજરાત મોડલ ના નામથી ભારત ભરના રાજ્યોમાં ચૂંટણીઓ જીતતી ભાજપાની સરકારમાં શિક્ષણની નીતિ કથળેલી અને અપૂરતી સુવિધાઓની પોલ રાજ્ય સભામાં કેન્દ્રના શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબોથી ખુલે છે આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં કુલ 38,000 સરકારી શાળાઓ છે તેમાં જેટલી શાળાઓ છે એટલા જ વર્ગખંડની ઘટ હોવાનું તંત્ર દ્વારા કબૂલવામાં આવે છે આ ઉપરાંત રાજ્યમાં હાલના તબક્કે 32000 શિક્ષકોની ઘટ છે ગુજરાતની આડત્રીસ હજાર સરકારી શાળાઓમાં 14,652 શાળામાં માત્ર એક જ વર્ગખંડ છે જેમાં એક થી પાંચ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે 1657 શાળાઓમાં માત્ર એક જ વર્ગ શિક્ષક દ્વારા એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવેછે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ વર્ગખંડ માટે ઓરમાયુ વર્તન દાખવ્વા માં આવે છે

Advertisement

The state of education in Gujarat opens the door to the Gujarat model
છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 422 વર્ગખંડ બન્યા છે હાલની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ધ્યાન આપવામાં આવતું નથી ખરેખર ગરીબ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાની જરૂર છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તાર કરતાં ઓછી કામગીરી થાય છે આ ઉપરાંત ધોરણ એક થી પાંચમાં 2188 શિક્ષકોની ઘટ છે તથા પંચમહાલ જિલ્લાની 1209 સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ છે આ ઉપરાંત પ્રવાસી શિક્ષકોને તાલીમની આવશ્યકતા છે ઉપરોક્ત તમામ આંકડાઓ રાજ્યસભામાં આપવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મોડલને વધુને વધુ અગ્રિમતા આપવાના આશયમાં રાજ્યની અગત્યની અને પ્રાથમિક જરૂરિયાત હોય તેવી સંસ્થાઓ શિક્ષણ આરોગ્ય, ટ્રાફિક, રોડ રસ્તા ના કામો અને તેમાં સમારકામ જેવા અગત્યના કામોને હાંસીયા માં ધકેલી ઉત્સવો, મહાઉત્સવ, ઉદ્ઘાટનો અને બિનજરૂરી કામોની જાહેરાતોમાં કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવે છે અને ડબલ એન્જિનની સરકાર માત્ર વાહ વાહી મેળવે છે આ તમામ ખર્ચાઓ બંધ કરી શિક્ષણની ઓરડાની ઘટ શિક્ષકોની ઘટ આરોગ્યની સેવાઓ અને ન્યાયની સેવાઓ પાછળ આ રૂપિયા ખર્ચવામાં આવે તો ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ગુજરાત નંબર વન સાકાર થાય માટે સરકાર આ અગત્યના અને પ્રાથમિક જરૂરિયાતો ને પૂર્ણ કરવા માટેના પ્રયાસો હાથ ધરે તો તે લોકહિતમાં ગણાશે.

The state of education in Gujarat opens the door to the Gujarat model
* પંચમહાલ જિલ્લાની 1209 સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ
* સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ધ્યાન આપવામાં આવતું નથી ખરેખર ગરીબ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાની જરૂર છે
* ગુજરાતમાં કુલ 38,000 સરકારી શાળાઓ છે તેમાં જેટલી શાળાઓ છે એટલા જ વર્ગખંડની ઘટ હોવાનું તંત્ર દ્વારા કબૂલવામાં આવે છે.

error: Content is protected !!