Connect with us

Dahod

કાંકરી ડુંગરી પ્રાથમિક શાળાની સફળ યશગાથાની ભવ્ય ઉજવણી કરાઈ

Published

on

the-success-story-of-kankri-dungri-primary-school-was-celebrated-grandly
  • દાહોદ જિલ્લાની કાંકરી ડુંગરી પ્રાથમિક શાળા ના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આજ રોજ મોજે ખરોડ પગાર કેન્દ્રની કાંકરી ડુંગરી પ્રાથમિક શાળા ની સ્થાપન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા આજથી ૪૨ વષૅ પહેલાં એટલે કે ૯/૧/૧૯૮૧ ના રોજ હઠીલા લાલસિંહ મનજીભાઇ ના વરદ હસ્તે શાળા માં પ્રથમ વખત પ્રવેશ આપી શરૂઆત કરી હતી. જે નાની શાળા આજે વટવૃક્ષ સમાન બની રહી છે. પ્રથમ વર્ષે ૧૪ બાળકો થી શરુ કરેલી શાળા માં આજે ૩૦૩ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે શાળા માં કુલ ૯ શિક્ષણ મિત્રો તથા મધ્યાહન ભોજન યોજનામાં કુલ ૩ મિત્રો ફરજ બજાવે છે. આજના શાળા ના સ્થાપના દિવસની શરૂઆત તારીખ ૯/૧/૨૦૨૩ ના રોજ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જે પછીથી પ્રાથૅના કરી હતી . મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા શરૂઆત કરનાર શિક્ષક પૈકી જાદવ ખુશાલભાઈ રમણભાઈ હાજર રહ્યા હતા. તેમની અધ્યક્ષતામાં આજનો કાયૅક્રમ ઉજવવાનું એસ એમ સી કાંકરી ડુંગરી તથા સમગ્ર શાળા પરિવાર વતીથી નક્કી કરવામાં આવ્યું હતું.શાળા ના આ સ્થાપના દિવસે કરોડ પગાર કેન્દ્ર ના આચાયૅ રમેશભાઈ ડામોર , ખરોડ પગાર કેન્દ્ર સી આર સી મહેશભાઈ ભુરીયા તથા એસ એમ સી અધ્યક્ષ સુભાષભાઈ પોમાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તબક્કે શાળા પરિવાર વતીથી બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન થયું હતું. શાળા ના વિધાર્થીઓ દ્વારા શાળા ને લગતું ગીત , શાળા માં આવવા માટે ઉત્સુકતા જગાવનાર અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

the-success-story-of-kankri-dungri-primary-school-was-celebrated-grandly

આ ઉપરાંત શાળા માં થતી વિવિધ પ્રવૃતિઓ , દિન વિશેષ ઉજવણી , મધ્યાહન ભોજન યોજના થકી મળતા લાભ , વિધાર્થી મિત્રો ને મળતી વિવિધ સહાય , શિક્ષણ ની સાથે બાહ્ય પરીક્ષાઓ મા ભાગીદારી , શાળા, પગાર કેન્દ્ર કક્ષાએ થતી વિવિધ હરીફાઈમાં ભાગીદારી ચિત્રકામ, નાટયીકરણ , ગાયન સ્પર્ધાઓ , લેખન , બાળ વાતૉઓ તથા વિવિધ દિન વિશેષ ની ઉજવણીઓ અંગેનો શાબ્દિક તથા ચિત્ર અહેવાલ સમગ્ર કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ ગ્રામજનો, એસ એમ સી ના સદસ્યો, યુવાનો , બહેનો , વડીલો તથા બાળકો સમક્ષ સમગ્ર શૈક્ષણિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.જે બાદથી શાળા ના જન્મ દિવસની ( સ્થાપના દિવસ) નિમિત્તે કેક કાપીને સૌ બાળકો ને આજના દિવસે કડી પુલાવ તથા મીઠાઈ સમગ્ર શાળા પરિવાર વતીથી તેમજ સૌ ઉપસ્થિત મહેમાનો ને ભોજન પણ આપવામાં આવ્યું હતું. કાયૅક્રમ માં સહભાગી થવા બદલ તથા સાથ સહકાર બદલ શાળા ના આચાર્ય મહેશભાઈ ડામોર દ્વારા સમગ્ર શાળા પરિવાર , મહેમાનો તથા બાળકો તેમજ સૌનો સાથ સહકાર બદલ તથા કાયૅક્રમ ને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો. આમ ૪૨ વષૅ પૂર્વ શરૂ થયેલી શાળા ની સફળતાની યશગાથાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)

Advertisement
error: Content is protected !!