Uncategorized
આદિવાસી સમાજના જનરલ સર્જને બોડેલી ખાતે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરી
(અવધ એક્સપ્રેસ, છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાનું હોસ્પિટલ હબ ગણાતા બોડેલી ખાતે વધુ એક મલ્ટી સ્પેશ્યાલિટી નિલકંઠ હોસ્પિટલ નુ આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
મૂળ કલારાણી નજીક ડેરીયા ગામ નાં વતની યુનાઈટેડ ઈન્ડીયા ઇન્શ્યોરન્સ કંપની માં વિકાસ અધિકારી તરીકે સેવાનિવૃત્ત અને વર્ષોથી બોડેલી ખાતે રહેતા વિઠ્ઠલભાઈ રાઠવા તથા હાલમાં અલીખેરવા ગ્રામ પંચાયત ના સરપંચ ગંગાબેન રાઠવા ના પુત્ર ડો.રાહુલ રાઠવા(જનરલ સર્જન) અને ડો. પ્રિયમ પંડ્યા(ગાઇનેકોલોજીસ્ટ) ની જોડી એ સ્થાપેલ નવનિર્મિત અધ્યતન સુવિધાઓ સાથે ની નિલકંઠ મલ્ટી સ્પેશ્યાલિટી નિલકંઠ હોસ્પિટલ ના ભવ્ય શુભારંભ પ્રસંગે હકડેઠઠ મેદની ઉમટી પડી હતી.
છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફથી આવતા બોડેલી પ્રવેશ દ્વારે નવનિર્મિત નિલકંઠ હોસ્પિટલ ના ભવ્ય શુભારંભ પ્રસંગે અલીરાજપુર મધ્યપ્રદેશ થી બ્રહ્મલીન મહંત ગુરુ શંકરાનંદ નરસિહાનંદ નાં પુત્ર અને ગુરૂગાદી નરસિહાનંદ નાં ગાદીપતિ પૂ આનંદાનંદ મહારાજ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં પારખધામ મુલધર ના મહંત નરેશદાસ સાહેબ, ગણી રાજેન્દ્ર મુનિ, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, વડોદરા જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ રાઠવા સહિત અન્ય રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનો સહિત ગામેગામ થી અને દુરદૂર થી તમામ વર્ગના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકસેવા એ જ જીવન મંત્ર સાથે નિલકંઠ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરતાં પહેલાં વર્ષોથી બોડેલી પબ્લિક ઢોકલીયા માં ખુબ જ સુંદર અને સરાહનીય સેવાઓ આપી સરળ અને સૌમ્ય સ્વભાવ ની આ જોડી એ છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશ સહિત વિસ્તારમાં પણ લોકસંપર્ક હોવાથી આ નિલકંઠ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બહોળા પ્રમાણમાં લોકો માટે ઉપયોગી નીવડશે તેમ જણાય રહ્યું છે.
સમગ્ર કાર્યક્રમ નું સુચારુ સંચાલન દશરથભાઈ રાઠવા એ સંભાળ્યું હતું.