Connect with us

Panchmahal

બેંક મારફતે પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખાત્રી કરાઈ

Published

on

The survival of the pensioners receiving pension through the bank was ensured

પંચમહાલ જિલ્લા તિજોરી કચેરી પંચમહાલ,ગોધરા ખાતેથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ વાર્ષિક હયાતિની ખાત્રી કરાવવાની થાય છે. આ માટે તમામ પેન્શનરોએ મે-૨૦૨૩થી જુલાઇ-૨૦૨૩ના માસ દરમિયાન સબંધિત બેંકમાં રૂબરૂ હાજર થઇ હયાતી અંગેનું ફોર્મ ભરીને તે જ બેંકમાં આપવાનું રહે છે. હયાતી માટેના નામ અને પી.પી.ઓ નંબર સહિતના પ્રિ-પ્રિન્ટેડ ફોર્મ ભરીને તમામ બેંકમાં દરેક પેન્શનર માટે તૈયાર કરીને મોકલી આપવામાં આવેલ છે. કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ આજ ફોર્મમાં પુનઃલગ્ન કરેલ નથી, તેવુ પ્રમાણપત્ર આપવાનું રહેશે.૫૦ વર્ષની ઉંમર પુરી કરેલ મહિલા પેન્શનરોએ આવું પ્રમાણપત્ર આપવું જરૂરી બનતું નથી, પરંતુ આવા પેન્શનરોએ પોતાની જન્મતારીખ દર્શાવવાની રહેશે.

The survival of the pensioners receiving pension through the bank was ensured

પરદેશમાં વસતા પેન્શનરોએ હયાતિની ખાત્રી માટે જે તે દેશના વિસ્તારના નોટરીના અસલ સહિ સિક્કાવાળું પ્રમાણપત્ર, પીપીઓ નંબર તથા બેંકનું નામ દર્શાવી મોકલવાનું રહેશે. હયાતિ પ્રમાણપત્ર રજુ નહિ કરનાર પેન્શનરોને ઓગષ્ટ-૨૦૨૩ થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે. જેની નોધ લઇ તમામ પેન્શનરોએ હયાતીની ખરાઇ (સ્વ પ્રમાણિત પાનકાર્ડની નકલ સાથે) સમયમર્યાદામાં કરવા જણાવ્યું છે.વધુમાં પેન્શનની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર https://cybertreasury.gujarat.gov.in PENSION PORTAL ઉપરથી મેળવવા પંચમહાલ જિલ્લા તિજોરી અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!