Gujarat

શિક્ષક સંઘો પુરઅસરગ્રસ્તોની વ્હારે, રાશનકીટ વિતરણ કરી હજારો ગરીબોની આંતરડી ઠારી

Published

on

શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષણ સાથે સેવાકીય પ્રવુર્તીથી અનેક ની આંતરડી ઠારનાર વડોદરા જિલ્લા અને સાવલી,ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ પ્રસંસનીય કામગીરી અતિવૃષ્ટિમાં વડોદરા શહેર સાવલી., ડેસર સહિત અતિવૃષ્ટિમાં  તારાજ થયેલા 8 તાલુકાના પુરપડિતો ને રાશનકીટ વિતરણ કરી વિધાર્થીઓના ઘડતર સાથે બાળકોના માવતરને પણ જીવનજરૂરિયાત વસ્તુ જેવા કે અનાજ પાણી દવાઓ સાથે અન્ય સામગ્રી પહોચાડી તેમની આંતરડી ઠારી ગરીબ પરિવારોના અંતર ના આશીર્વાદ મેળવ્યા હતા

તાજેતરમાં અતિભારેવરસાદ ના કારણે પુર ની સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં વડોદરા શહેર તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા આ દુઃખદાયી પરિસ્થિતિમાં રાજ્યના શિક્ષકમંત્રીએ રાજ્ય ના શિક્ષક પરિવારને  પોતાના વિસ્તારના પુરઅસરગ્રસ્તો ની સહાય કરવા કરાયેલી હાકલ ને પગલે વડોદરા જિલ્લા તેમજ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ મંડળો શિક્ષક પરીવાર દ્વ્રારા પ્રથમ વડોદરા શહેર અને સાવલી સહિત જિલ્લાના 8 તાલુકાના પુરપીડિત પરિવારો ને રાશનકીટ નું વિરતરણ કરાયું હતું જે અનુસંધાને ગઈકાલે મંજુસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીકાંઠા ના અલીન્દ્રા સહિતના ગામો માં રાશનકીટ ની સહાય બાદ આજે  પસવા, કરચિયા અને મંજુસર ગામે જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ની પ્રેરક ઉપસ્થિતી માં પુરઅસરગ્રસ્ત પરિવારો ને રાશનકીટ નું વિતરણ કરાયું હતું  ગામ ના સરપંચ તલાટી સહિત અગ્રણીઓ પણ સહાયક બન્યા હતા

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ પાંડે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા રણજીતસિંહ પરમાર પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘ તેમજ શિક્ષકો ગામડે ગામડે જઈ ઘરે ઘરે ફરી હાથો હાથ રાશનકીટ નું વિરતરણ કર્યું હતુ દેશ ના અબજોપતિઓ ના કરી શક્યા તે શિક્ષકોએ કરી બતાવ્યુ

 

Advertisement

 

 

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version