Panchmahal

બાધા પૂરી કરવામાં બાધા બનેલા મંદિરના ટ્રસ્ટીઓના નિયમ ની ઐસી તૈસી શ્રીફળ રસ્તામાં વધેર્યા

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
આજથી શરૂ થયેલ પવિત્ર ચૈત્રી નવરાત્રી ના પ્રથમ નોરતે માઈ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો સવારે ચાર વાગે મંદિર નું મુખ્ય દ્વાર ખુલતા માઈક ભક્તો દ્વારા જય માતાજીના ગગન ભેદી નારાઓ સાથે આસ્થા અને ભક્તિ હૃદયમાં ભરી માતાજીના દીદાર કરી પોતાની જાતને ધન્ય બનાવી હતી સાથોસાથ બાધા પૂરી કરવા માટે સાથે લાવેલ શ્રીફળ માતાજી સમક્ષ ધરી શ્રીફળ પરત લઈ જઈ જાહેર રસ્તા પર વધેરી પોતાની બાધા રસ્તા પર પૂરી કરતા હતા

આ અંગે નજીકના વેપારીઓ દ્વારા માઇ ભક્તોને જણાવવામાં આવતું હતું કે અહીંયા શ્રીફળ વધેરવાનો પ્રતિબંધ છે તો માઈ ભક્તો જવાબ આપતા અમોને પ્રતિબંધ નડતો નથી અમારી સાથે માતાજી છે અને માતાજી ના આશીર્વાદથી અમારી સામે કોઈ પગલાં ભરશે નહીં જોકે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એકાએક પ્રતિબંધ લગાવતા સ્થાનિક વેપારીઓને પણ આ અંગે મોટું નુકસાન હોવાનું વેપારીઓ જણાવે છે અંબાજીનો પ્રસાદનો વિવાદ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઉકેલવામાં આવ્યો તો મહાકાલી માતાના મંદિરનો શ્રીફળ વધેરવાનો પ્રતિબંધનો વિવાદ કેમ ઉકેલવામાં ના આવ્યો સ્થાનિક વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વગેરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ને મળીને આ વિવાદને શુભ આશય સાથે ઉકેલવા માટેની વિનંતી કરતો આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Advertisement

પરંતુ પાવાગઢ ખાતે ના માતાજીના મંદિર નો વિવાદ ઉકેલવામાં આવ્યો નથી માઈ ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે આસ્થા વિશ્વાસ અને ભક્તિ ભાવપૂર્વ સેંકડો કિમી દૂરથી પગપાળા આવતા હોય અને તેઓની બાધા પુરી કરવા માટે શ્રીફળ વધારવાની ના પાડવામાં આવે તે માઈ ભક્તોની આસ્થા પર કોઠારા ઘા જેવું છે પરિણામે પ્રતિબંધો ની ઐસી તૈસી કરીને જાહેર રસ્તા પર શ્રીફળ વધેરતા માઈ ભક્તો નજરે પડતા હતા

  •  નારિયેળ વધેરવાનું મશીન અટુલુ પડી ગયું
  •  સેંકડો કિમી દૂરથી પગપાળા આવતા યાત્રાળું ઓને બાધા પુરી કરવા શ્રીફળ વધારવાની ના પાડવામાં આવે તે માઈ ભક્તોની આસ્થા પર કોઠારા ઘા જેવું
  • અંબાજીનો પ્રસાદનો વિવાદ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઉકેલવામાં આવ્યો તો મહાકાલી માતાના મંદિરનો શ્રીફળ વધેરવાનો પ્રતિબંધનો વિવાદ ઉકેલવામાં ભેદભાવ કેમ
  • પ્રતિબંધો ની ઐસી તૈસી કરીને જાહેર રસ્તા પર માઈ ભક્તો જય માતાજી ના નાદ સાથે શ્રીફળ વધેરતા નજરે પડ્યા

Trending

Exit mobile version