Gujarat
આવતીકાલે પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાશે

રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાશે.

The third state level climbing-descent competition will be held at Pavagadh tomorrow
જે જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, સાંસદ રતનસિંહ રાઠોડ, પંચમહાલ જિલ્લાના સર્વ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે બારીયાની ઉપસ્થિતીમાં આ સ્પર્ધાનું ઉદ્દઘાટન કરાશે. સવારે ૮ વાગ્યે માંચી, પાવાગઢ ખાતેથી ફ્લેગ ઓફ કરાશે તથા વિજેતાઓને સવારે ૧૦ વાગ્યે ઈનામ વિતરણ કરવામાં આવશે.