Chhota Udepur
આંબાખુંટ ગામે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલમાં થયો સંપન્ન
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૧૮
જેતપુરપાવી તાલુકાના આંબાખુંટ ગામે હનુમાનજી મંદિરે જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બે-દિવસીય આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં શનિવારે સંતો મહંતો તેમજ આગેવાનો દ્વારા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં સવારે ૧૦:૦૦ કલાકે જળયાત્રા તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે પ્રતિષ્ઠા યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો. બપોરે ૧૨:૩૦ કલાકે મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠા તથા મહાઆરતી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ભાથીજી મહારાજ, રામદેવજી મહારાજ તેમજ માઁ અંબેની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ રામ મય બની ગયું હતું.
જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા પ્રારંભ સહિત વિવિધ ધાર્મિક માંગલિક કાર્યો બાદ બીજા દિવસે એટલે કે રવિવારે સવારે આયાર્ય બાલકૃષ્ણ શાસ્ત્રી સહિત મુની ભગવતોની નિશ્રામાં નવીન મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી. જયાં સંગીતના તાલે આયાર્ય બાલકૃષ્ણએ ભક્તોને પૂજાઅર્ચના ભણાવી સમગ્ર વાતાવરણને ભક્તિના રંગે રંગી દીધું હતું. રાત્રે ભજન સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલાશિનોરથી પ્રખ્યાત ડખરીયા નકળંગ ઘામથી પરમ પુજ્ય મુકેશગીરી બાપુએ ભજન સત્સંગની રમઝટ બોલાવી હતી. આમ આંબાખુંટ ની પાવન ધરા ઉપર ભવ્ય બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભકિતમય માહોલમાં સંપન્ન થયો હતો.