Panchmahal
દામાવાવમાં જમીનમાં અમારો ભાગ છે તેમ કહી કાકા અને તેમના પુત્રો યુવાન ઉપર તૂટી પડ્યા

(ગોકુળ પંચાલ દ્વારા”અવધ એક્સપ્રેસ”)
ઘોઘંબા તાલુકાના દામાવાવ ગામે જમીન બાબતે ઝઘડો થતા કાકા તેમજ કૌટુંબિક ભાઈઓએ યુવાન ઉપર લાકડી વડે હુમલો કરતાં દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી દામાવાવ ગામમાં રહેતા ગુલાબભાઈ પટેલ ખેતી કામ કરી તેમનું ગુજરાન ચલાવે છે આજરોજ તેઓ તેમના ખેતરમાં ખેડવાનું કામ કરી ઘરે પરત આવ્યા હતા જમી પરવારી ઘરે બેઠા હતા તે દરમિયાન તેમના કાકા અને તેમના છોકરાઓ આવી તું જે જમીન ખેડે છે તેમાં અમારો પણ ભાગ છે તેમ કહી અપશબ્દો બોલી લાકડી ઉગામી બરડામાં માર માર્યો હતો.
તેમજ અન્ય આરોપીઓ પણ તેને માર મારતા ગુલાબ પટેલે દામાવાવ પોલીસ મથકે વેચાતપટેલ, સુરસિંહ પટેલ, ભારત પટેલ તથા વિપુલ પટેલ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી