Vadodara
મુવાડા ગામે વરિયા પરિવારે સ્મશાન માટે જમીન દાનમાં આપી

(પ્રતિનિધિ કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામમાં આવેલ સર્વે નંબર ૧૮૧/૧ વાળી જમીન ગિરીશભાઈ વરિયા તથા વરિયા પરિવારના નામ ઉપર સંયુક્ત રીતે ભાગીદારી વાળી માલિકીની જમીન હતી. મુવાડા ગામે આધુનિક સ્મશાન બનાવવા માટે જમીનની જરૂર હોય ત્યારે વરિયા પરિવારે ભૂદાન કરી સમાજ માટે તેમજ મૃતાત્મા માટે એક ઉત્તમ પુણ્ય શાળી કામ કર્યું હતું.
હાલમાં ચાલી રહેલા અધિક માસ પુણ્ય કર્મ તેમજ દાન દક્ષિણા માટે ઉત્તમ માસ ગણાય છે. ત્યારે વરિયા પરિવારે પણ આ માસમાં દાન કરવાનું હોય તેમની જમીન સ્મશાન પાસે આવેલી હોય તેમને સ્મશાનના આધુનિકરણ માટે આ કીમતી જમીનને વરિયા પરિવાર તરફથી દાનમાં આપી હતી. મુવાડા ગ્રામજનો તરફથી આ જમીન દાનમાં મળતા ગ્રામજનોએ વરીયા પરિવારનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો