Dahod
ઝાલોદ માં પાલિકાના અધૂરા બનાવેલ ગેટ સાથે વાહન અથડાયું

(પંકજ પંડિત દ્વારા ઝાલોદ)
ઝાલોદ નગરમાં સરકારી રેસ્ટ હાઉસ પાસે સુખસર જતાં રસ્તા પર ઝાલોદ નગર પાલિકા દ્વારા અધૂરા બનાવેલ દરવાજા સાથે વાહન અથડાતાં અકસ્માતસર્જાયો હતો . પ્રથમ નજરે જોતા રોંગ સાઈડમાં અકસ્માત સર્જાયેલ જોવા મળેલ છે તેમજ વાહન સીધું દરવાજાના પીલ્લર સાથે અથડાયુ હતું. રોંગ સાઇડ વાહન હંકારતા અકસ્માત સર્જાતા ડ્રાઇવરની ભૂલ થી અથવા બેફિકરાઈ પૂર્વક ગાડી ચલાવતા અકસ્માત થયો હોય તેવુંલાગી રહ્યું છે . આ અંગે હજુ પોલિસ ફરિયાદ કરાઈ નથી.