Panchmahal

500 રૂ માં આવાસ લેવાની લાલચમાં ગ્રામજનો સરપંચ પાસે છેતરાયા

Published

on

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબા ગ્રામપંચાયતમાં સરપંચ અને તલાટી દ્વારા આવાસ યોજના જોબકાર્ડ અને મનરેગાના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો ગરીબોને આવાસ અપાવવાની લાલચ આપીને 500 રૂપિયા લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે

ગોધરા તાલુકામાં વિકાસના કામો કરવા માટે સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે ગ્રાન્ટમાંથી ગરીબોને આવાસ યોજના હેઠળ ઘર બનાવી આપવામાં આવતું હોય છે જોબકાર્ડમાં 100 દિવસની રોજગારી મળી રહે તે માટે મનરેગાના કામો કરાવવામાં આવતા હોય છે ત્યારે ટીંબા ગ્રામ પંચાયતમાં સરકારની યોજનાઓને ખાલી કાગળો ઉપર જ બતાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેમ દેખાઈ આવી રહ્યું છે

Advertisement

જ્યારે જમીની હકીકત કંઈક જુદીજ છે કે ગરીબોને આવાસ તો ન મળ્યું પણ આવાસ અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવવાની હકીકત સામે આવી રોજગારીમાં પણ ગામના લોકો રોજગારી મેળવવા માટે પંચાયતમાં રોજગારની માંગ કરવામાં આવી તો પંચાયત માંથી કહેવામાં આવ્યું કે હવેતો ટેક્નોલોજીનો જમાનો હોવાથી દરેક કામો મશીનો દ્વારા કરવામાં આવતા હોવાથી તમને રોજગારી નહીં મળે અને સાથેસાથે જોબકાર્ડ બેંક પાસબુક પણ ગ્રામ પંચાયતમાં જમા લઇને ગામ લોકોની રોજગારી છીનવામાં આવી મનરેગાના કામો મશીનો દ્વારા કરતા હોવાનું સામે આવ્યુ હતું.

ટેક્નોલોજી ના જમાના માં સરકારે માનરેગા યોજના ચાલુ રાખી છે કે કેમ તેનો ખુલાસો સરકારે કરવો જોઇયે ગ્રામ્ય વિસ્તાર માં સરપંચ તથા તલાટીઑ મનરેગા યોજના બંધ થઈ ગઈ છે તેવું જણાવી મૂર્ખ બનાવતા હોવાની પણ વિગતો સપાટી ઉપર આવી હતી આ બાબતે કલેક્ટર દ્વારા તપાસ ના આદેશ આપવા જોઇયે

Advertisement

Trending

Exit mobile version