Gujarat
સવાપુરાના મંદિર ફળિયામાં “મોતનો કૂવો” કોઈ હોનારત સર્જે તે પહેલા પૂરી દેવો જરૂરી
(ઘોઘંબા તા.૨૧)
સવાપુરા ગામે મંદિર ફળિયાના મુખ્ય રસ્તા ઉપર આવેલા ખતરનાક વળાંકમાં 30 ફૂટ નો અવઢ બનેલો કુવો ઢસરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યો છે ત્રણ ફળિયાના લોકો માટે જોખમી બનેલા કુવાને તાત્કાલિક પુરવાની માંગણી કરવામાં આવી રહી છે
ઘોઘંબા તાલુકાના સવાપુરા ગામે મંદિર ફળિયામાં વર્ષો જૂનો ગામ કુવો આવેલો છે પાણીના અભાવે આ કુવાનો ઉપયોગ ગ્રામજનો અને પંચાયતે બંધ કર્યો હતો. પરંતુ ચૌમાસામાં ભારે વરસાદના કારણે કૂવામાં પાણી આવતા આ કુવો બેસી ગયો હતો. કુવો ઢસરાઈ જતા આજુબાજુની મોટી જગ્યા બેસી જતાં તેની નજીક જવું મોત ને વ્હાલુ કરવા સમાન હતુ આ કુવો મુખ્ય રોડને પણ નુકસાન કરી રહ્યો છે. ખતરનાક વળાંક અને સિંગલ પટ્ટી આ રોડ ઉપર થી ભારે વાહન કે ભરેલું ટ્રેક્ટર લઈ જવામાં આવે તો વાહન સીધું કૂવામાં પડે સવાપુરાના દેવ ફળિયા, હોળીફળિયા અને મંદિર ફળિયા ના રહીશો આ રોડ ઉપરથી પસાર થાય છે તદુપરાંત અહીંથી ગોઠ, રાજગઢ અને ઘોઘંબા જવા માટે પણ નજીકનો રસ્તો હોય વાહન ચાલકો આ રસ્તા નો ઉપયોગ કરે છે ખતરનાક વળાંકમાં અને રોડ સુધી આવી ગયેલો કૂવો મોટી હોનારત સર્જે શકે છે. આ વિસ્તારના બાળકો આંગણવાડી કે બેસણાફળિયા શાળાએ જવા માટે આજ રસ્તા નો ઉપયોગ કરે છે. જેથી બાળકો અકસ્માતે આ કૂવામાં પડી જાય તેનો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા કૂવાને પુરવાની કામગીરી હાથ ના ધરતા સ્થાનીક રહીશો કુવાને પુરવા માટે તેમાં કચરો નાખી રહ્યા છે।ગ્રામજનો માટે યમરાજ એવા કુવા થી સાવધાન રહેવા ગ્રામ પંચાયતે સૂચન બોર્ડ મારવુ જરૂરી બન્યું છે॰ જો કોઈ અકસ્માતે કુવામાં પડે તો તેનો રેસ્ક્યુ કેવી રીતે કરવો તે પણ એક સવાલ છે 30 ફૂટ જેટલો ઊંડો કૂવો કોઈ અકસ્માત સર્જાય તે પહેલા પૂરી દેવામાં આવે તેવી માંગ ગ્રામજનો પંચાયતના સત્તાધીશો સામે કરી રહ્યા છે