Panchmahal

ઘોઘંબા ધુળ વારા રોડ ઉપર દોરવામાં આવેલા સફેદ પાટા બે દિવસ માં ઝાંખા પડ્યા

Published

on

ઘોઘંબા સ્વામિનારાયણ મંદિરથી વરિયા હાઇસ્કુલ સુધીના રોડનું વાઇડિંગ એન્ડ સ્ટ્રેધનીંગ ટુ બારીયા રાજગઢ લીંકરોડ નુ કામ કર્યા બાદ રોડની વચ્ચેના ભાગે દોરવામાં આવતા સફેદ પાટાઓ સૌરભ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામ તદ્દન અયોગ્ય અને બૉગસ હોવાનું લોક મૂકે ચર્ચાય છે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં R&B દ્વારા આપવામાં આવેલ એજન્સી દ્વારા રોડનું કામ હલકી કક્ષાનું અને ગુણવત્તા વગરનું થયું હોવાનું નરી આંખે નજરે પડે છે રોડનું કામ પૂર્ણ થયા બાદ રોડ પર અપ અને ડાઉન માટેના નિશાની માટે સફેદ પાટા દોરવામાં આવે છે સફેદ પાટા દોરતા પહેલા એજન્સી દ્વારા નીતિ નિયમો મુજબ રોડને પાણીથી સાફ કર્યા બાદ રોડ સુકાય ત્યારબાદ તેના પર સફેદ પાટા નું ચિત્રણ કરવામાં આવે છે પરંતુ ઘોઘંબા ખાતેના આ રોડ માં ધુળ અને કચરો સાફ કર્યા વગર ગમે તેવા રોડ પર સફેદ પાટાનું ચિત્રણ કરવામાં આવ્યું છે

જેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હશે જે પાટા બેજ દિવસ માં ઝાંખા થઈ ગયેલા નજરે પડેછે તેમજ ઈજારદાર અધૂરૂ કામ મૂકી જતાં રહ્યા છે પરિણામે તંત્ર દ્વારા સાઈડ પર મૂકવામાં આવેલ સરકારી માણસ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવતા એજન્સીના માણસોએ રોડ પર સફેદ પાટા નું ચિત્રણ કરી કરી દેતા એવું ફલિત થાય છે કે તંત્ર અને એજન્સીની મિલીભગતથી સરકારી રૂપિયાનો દુરુપયોગ થાય છે જેનો સીધો માર સામાન્ય માણસો અને મધ્યમ વર્ગ પર પડે છે આ અંગે તંત્ર યોગ્ય તપાસ કરી બિલ અટકાવશે ખરું

Advertisement

મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં R&B દ્વારા આપવામાં આવેલ એજન્સી દ્વારા રોડનું કામ હલકી કક્ષાનું અને ગુણવત્તા વગરનું ?

  • રોડ માં ધુળ અને કચરો સાફ કર્યા વગર ગમે તેવા રોડ પર સફેદ પાટાનું ચિત્રણ કરવામાં આવ્યું છે જેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હશે
  • પાટા બેજ દિવસ માં ઝાંખા થઈ ગયેલા નજરે પડેછે તેમજ ઈજારદાર અધૂરૂ કામ મૂકી જતાં રહ્યા
  • સૌરભ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામ તદ્દન અયોગ્ય અને બૉગસ હોવાની લોક મૂખે ચર્ચા

Trending

Exit mobile version