Chhota Udepur
છોટાઉદેપુર સ્પોટર્સ કલબ દ્વારા વિજેતા થયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ ટીમને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

પ્રતિનિધિ, કાજર બારીયા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયાના સ્લોગન સાથે છોટાઉદેપુર સ્પોટર્સ ક્લબ દ્વારા આયોજિત અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૬ ટીમો રમી હતી, ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સેમિફાઇનલ અને ફાઇનલ રમાઈ હતી, ફાઇનલમાં રાજપીપલાની ટીમ તેમજ કેવડિયા કોલોની ટીમ વચ્ચે રસાકસી થઈ હતી, જેમાં રાજપીપલા ટીમ વિજેતા થઈ હતી, વિજેતા થયેલ અને રનર્સઅપ ટીમને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું
જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર ભાજપ શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ઘોબી, ભાજપના અગ્રણી ઉમેશભાઈ શાહ, સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.