Editorial

દુનિયા બોલતી હતી મૂર્ખ, આવી રીતે બન્યા રાતો રાત મહાવિદ્વાન કવિકાલિદાસ

Published

on

  • એક મહામૂર્ખ માંથી મહાકવિ તરીકે જગતમાં જાણીતાં થનારા મહાકવિ કાલિદાસ નો જીવન પરિચય….
  • કોઈ પણ બાળકને મૂર્ખ ન માનવું જોઈએ, કારણ કે જ્યારે તક મળે ત્યારે તે સવારની જેમ ચમકતી હોય છે.

આપણો ભારત દેશ પ્રાચીન સમયથી ૬૪ કળા અને ધાર્મિક સાંસ્કૃતિક રીત-રિવાજો માટે જાણીતો છે,ત્યારે આપણાં દેશમાં ઘણાં એવાં મહાન રાજા,સંત,કવિઓ હતાં જેઓ ને તે સમયે ખૂબ માન-સન્માન આપવામાં આવતું હતું,અને આજે તેઓનાં કારણે આપણું મસ્તક ગૌરવ થી ઉંચુ રહેલું છે. જે પોતાના જીવન માં અનેક મોટી મુશ્કેલીઓ ને પાર કરીને દેશ ને દુશ્મનો ના હાથમાં જતો અટકાવવા ની કોશિશ કરી છે.તો કેટલાક કવિઓ,આત્મચિંતકો,મહાઋષિઓ માનવી ના જીવનમાં કામ આવે તે હેતુથી અનેક ધાર્મિક શાસ્ત્રો,લેખો,વિચારો ક્યાંક ને ક્યાંક કંડારી દીધા છે,જે આજે હજારો વર્ષો પછી પણ આપણે જાણી,સાંભળી,જોઈ શકીએ,અને સાથે અંદાજો લગાવી શકીએ તે સમય કેવો હતો.તે સમયે અનેક વ્યક્તિઓ એવાં પણ હતાં,જેમનાં જીવન ચરિત્ર માં યોગ્ય સમયે માર્ગદર્શન કે કોઈ સારી વ્યક્તિ નો સાથ નહિ મળવા થી તે વખત ની પ્રજા  તેમને મહામૂર્ખ,મદબુદ્ધિનો જેવાં અનેક નામો થી ઓળખતી હતી.જે સમયની સાથે મહાકવિ,રાજા,કે સંત થઈ ગયાં જેમનાં દ્વારા રચવામાં આવેલ કાર્ય કે સાહિત્ય કળાની રચનાઓ આજે પણ આપણાં ઘરના દાદા -દાદી કે અન્ય બીજા વ્યક્તિ ના મુખે વાર્તા,કથાઓ કે ઇતિહાસ રૂપે સાંભળવા મળી આવે છે,પણ
તેઓના નામ,જન્મ-મૃત્યુ ની તિથિ,સ્થળ,કે જીવન અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી.જેનાં કારણે આજે એક કલ્પના કે તે વિસ્તાર ની લોકવાયકાઓ બની ગઈ છે,એમ જાણવા મળે છે.કહેવાય છે કે આજ નું મધ્ય પ્રદેશ પાછલાં કેટલાક સમય માં બાણું લાખ માળવા નો પ્રદેશ ગણાતું હતું,જેની મુખ્ય રાજધાની અવંતી,અવંતિકા,ઉજ્જૈની જેવાં નામ થી ઓળખાતું આજ નું ઉજ્જૈન હતું,તે સમય નો રાજા એટલે મહાસમ્રાટ વિક્રમાદિત્ય હતો,જેનાં સમય માં ભારત સોનાની ચીડિયાં તરીકે ઓળખવામાં આવતું હતું,જે ભારતભૂમિ પર હિંદુ ધર્મ ને નામશેષ થતો અટકાવ્યો અને ધાર્મિક સ્થળો,વેદો,પુરાણો ને શોધીને ફરી થી સ્થાપિત કર્યા હતાં,રાજા વિક્રમાદિત્યએ વિક્રમ સંવત નામના તિથિ કેલેન્ડરની સ્થાપના કરીને પોતાના નામે ચલાવ્યો હતો, સમય સમય પર, તેમણે જે સોનાના સિક્કા આપ્યા હતા તે તેમના શાસનનો ચોક્કસ સમય બતાવે છે.તે સમયે અનેક પ્રદેશ પર શકોના રાજ્યો સ્થાપિત હતાં જે રજવાડા  પર પોતાની મજબૂત સેનાં સાથે શકો પર વિજય મેળવીને એક બહુ મોટા પ્રદેશ નો મહાન રાજા બન્યો હતો રાજા વિક્રમાદિત્ય .તે સમયે તેનાં દરબારમાં નવરત્નો નામ થી નવ મહત્વપૂર્ણ દરબારીઓ સામેલ હતા જેમાંથી એક હતાં મહાકવિ કાલિદાસ.રાજા વિક્રમાદિત્ય ના દરબારમાં કાલિદાસને  એક વિશ્વાસપાત્ર પંડિત નું સ્થાન મળ્યું હતું.જેનાં આધારે મહારાજા વિક્રમાદિત્ય આવનારા દિવસોમાં કેવો સમય આવશે તે જાણી શકતા હતા.

મહાકવિ કાલિદાસ નો જન્મ ઇ.સ ૩૬૫ થયો હતો અને મૃત્યુ ઇ.સ ૪૪૫ પામ્યા એવું કેટલાક પુરાવા અને વિદ્વાનો દ્વારા માનવામાં આવે છે.મહાકવિ કાલિદાસના જન્મનું ચોક્કસ સ્થળ જાણી શકાયું નથી.તો કેટલીક તેમનાં દ્વારા રચાયેલી રચનાઓ માં કહ્યું છે કે તેમનું જન્મસ્થાન ઉજ્જૈની (હાલના ઉજ્જૈન)માં જ છે, જે યોગ્ય લાગે છે કારણ કે મેઘદૂતમાં કવિ કાલિદાસએ પોતે ઉજ્જૈનીને વિશેષ દર્શનાર્થી તરીકે ઓળખાંવ્યું છે, અને લાંબા અંતર પછી પણ વાદળને ત્યાંથી જવા વિનંતી કરી છે.તે દિવસોમાં ઉજ્જૈનીમાં રાજા વિક્રમાદિત્યનું રાજ્ય હતું એમ માનવામાં આવે છે.ત્યારે તે સમયે રાજા વિક્રમાદિત્ય પોતે સાહિત્ય અને સંગીતકળામાં પારંગત હતા.ત્યારે પોતાના પ્રારંભિક જીવનમાં બુદ્ધ માનનારા કાલિદાસ રાજા વિક્રમાદિત્યના દરબારના કવિઓમાં કાલિદાસ પોતાની સંસ્કૃત ભાષાની ઉન્નતિ(લખવામાં અને સમજવા) માં શ્રેષ્ઠ હતાં ,તો કવિ કાલિદાસ ના વિષયમાં એવું કહેવાય છે કે તે યુવાની સુધી નિરક્ષર(અભણ) હતાં.તે જે ડાળ પર બેઠો હતાં તે જ કાપી નાખતાં હતાં. અભણ હોવા છતાં, તે આવા વિદ્વાન અને મહાન કવિ કેવી રીતે બન્યા તેની પણ એક મોટી અને રહસ્યમય વાર્તા તેનાં જીવન સાથે જોડાયેલી છે. તે સિવાય તેમનાં જીવન અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી,કહેવાય છે કે તે દિવસોમાં શરદાનંદ નામનો આ પ્રદેશનો એક રાજા હતો. તેમને એક સદ્ગુણ અને વિદ્વાન પુત્રી હતી, તેનું નામ વિદ્યોત્તમાં હતું.તે ખૂબ જ સુંદર હતી.તેના સ્વરૂપ,ગુણો અને જ્ઞાન ની પ્રશંસા દૂર-દૂરના દેશોમાં ફેલાઈ હતી, વિદ્યુત્તમાંને તેના સ્વરૂપ, ગુણ અને જ્ઞાન પર ખૂબ ગર્વ હતો.તેના લગ્નના સંબંધમાં, તેણે ઘોષણા કરી હતી કે જે તેને ચર્ચામાં હરાવી શકશે તે તેની સાથે લગ્ન કરશે આમ, જેમ જેમ તેની ઘોષણાની માહિતી પડોશી દેશોમાં પહોંચી,તેમ તેમ પંડિતો વિદ્યુત્તમાં સાથે  ચર્ચા કરવા માટે આવવા લાગ્યા પણ અંતે હારી જતાં અને પંડિતો અપરાધની અપેક્ષા રાખી ને અપરાધના મોઢે પાછા ફરતાં ત્યાર પછી પંડિતો વિદ્યુત્તમાં સાથે તેમનો બદલો લેવાની રીત વિચારવાનું શરૂ કર્યું.વિદ્વાનો અને પંડિતોએ એક સાથે નિર્ણય કર્યો છે કે જો વિદૂત્તમાંના લગ્ન કોઈ મૂર્ખ સાથે કરવામાં આવે તો તેનું ગૌરવ તૂટી જાય છે અને તેઓ તેમના અપમાનનો બદલો લઈ શકશે.તેથી પંડિતોએ આવા મૂર્ખને શોધવાનું કામ શરૂ કરી કર્યું. અંતે સમય જતાં આકસ્મિક રીતે, પંડિતોને એક દિવસ એવો જ યુવાન મળ્યો.તે જે વૃક્ષ પર બેઠો હતો તેને કાપી રહ્યો હતો.પંડિતો અને વિદ્વાનો સાથેના લગાવ સિવાય બીજું કોણ મૂર્ખ હશે? તેમ વિચારીને પંડિતોએ તેને ઝાડ પરથી નીચે ઉતારી અને એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા સમજાવ્યા પછી અને તેને લોભ સાથે તેમની સાથે આવવા સમજાવ્યો.પંડિતોએ મૂર્ખ યુવકને ખૂબ સારી રીતે સમજાવ્યું કે જ્યાં હમેં લઈ જઈએ ત્યાં તે ત્યાં કશું બોલશે નહીં અને મૂંગો રહેશે…નહીં તો તેનું લગ્ન નહીં થાય.તો પણ તે મૂર્ખ યુવક ખૂબ જ ખુશ હતો.તેણે પંડિતોનું કહેલું પાલન કર્યું અને  સારા જવાબ આપ્યા.સરસ કપડાં પહેરાવી ને પંડિતો તેને ચર્ચા માટે વિદ્યોત્તમાં પાસે લઈ ગયા.તે મૂર્ખ યુવકનો રાજકુમારી વિદ્યોત્તમાંને પરિચય આપતા પંડિતોએ કહ્યું કે તે હમારા ગુરુ છે અને શાસ્ત્રોના જાણકાર ખૂબ જ મહાન વિદ્વાન છે.તેઓ અહીં તમારી સાથે ચર્ચા કરવા માટે આવ્યા છે, પરંતુ તેઓ આ દિવસોમાં મૌન ઉપવાસને લીધે,તેઓ ફક્ત ચિહ્નો સાથે ચર્ચા કરશે.આ સાંભળીને વિદ્યોત્તમા પંડિતો ની ચાલ ની જાળમાં ફસાઈને અજાણતા સ્વીકારી લે છે.

ત્યાર પછી વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા.વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે.એના જવાબ તરીકે કાલિદાસે મુઠ્ઠી બતાવી તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચેય ઇન્દ્રિયો ભલેને અલગ હોય,સહુ એક મન દ્વારા સંચાલિત છે.આમ ચર્ચામાં પોતાની હાર સ્વીકાર કરી લે વિદ્યોત્તમા અને પછી પંડિતો દ્વારા વિદ્યોત્તમાના લગ્ન કાલિદાસ સાથે કરી દેવામાં આવે છે.જ્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અભણ છે,એક મહામૂર્ખ છે.ત્યારે કાલિદાસને ધિક્કારીને ઘરમાંથી કાઢી મૂકે છે,અને કહે છે કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહી.સમય જતાં કાલિદાસે સાચા દિલથી મહાકાળી માતાજીની આરાધના કરી વરદાન મેળવ્યું અને મહાકાળીના ગુલામ હોવાને કારણે કાલિદાસ નામ પ્રાપ્ત કર્યું.અને ફરી ઘરે આવે ત્યારે વિદ્યોત્તમાને બારણું ખોલવામાટે સાંકળ ખખડાવે છે.ત્યારે વિદ્યોત્તમા કોણ છે તે અંગે પૂછતાં મહાકવિ કાલિદાસ વિદ્યોત્તમા ને તેમના વિદ્વાનના પુરાવા તરીકે સંસ્કૃતમાં ‘અંકૃત કપાત દ્વાર દેહી’ નામનો દરવાજો ખોલવાની પ્રાર્થના કરી.ત્યારે’અંદરથી પત્ની વિદ્યોત્તમાએ પૂછ્યું,’ અસ્તિ કાશ્ચિદ વાગ્વિશેષ. ‘મહાકવિ કાલિદાસે અનુક્રમે કુમારસંભવ’, ‘મેઘદૂત’ અને ‘રઘુવંશ’ પર વિદ્યોત્તમાંનું વર્ણન કરે છે,ત્યારે વિદ્યોત્તમાંને તેમના પૂજારી માનવામાં આવ્યા ત્યારે તેમણે દરવાજો ખોલ્યો અને મહાન કવિ કાલિદાસનું સ્વાગત કર્યું.કાલિદાસ ને દરેક ક્ષેત્રે ના ઊંડા જ્ઞાન નો અનુભવ હતો.આજે પણ કુદરતી વાતાવરણ જેવો આભાસ મળે છે,તેમની રચનાઓ ના વર્ણન માં તેમની તુલના જગતમાં કોઈ કરી શકે તેમ નથી.ત્યારે કવિ કાલિદાસ ના સાત મુખ્ય ગ્રંથો છે.તેમાંથી પહેલાં નું નામ ‘ઋતુસંહારમ્’ છે.આ એક મહાન કવિતા છે,જેમાં કાલિદાસે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિ દર્શાવી છે.કાલિદાસનું ઋતુ અને પ્રકૃતિનું અન્ય ચિત્રણ કવિતા જેટલું સુંદર નથી, ત્યારે ‘માલવિકાગ્નિમિત્રમ્’ કાલિદાસનું બીજું પુસ્તક છે અને પ્રથમ નાટક છે.તેમાં પાંચ મુદ્દાઓ અને વિદિશાના રાજા અગ્નિમિત્ર અને વિદરભની રાજકુમારી માલવિકાની પ્રેમ કથા અંકિત કરેલ છે.ત્યારે ત્રીજું પુસ્તક ‘વિક્રમોર્વર્શીયમ્’ કાલીદાસનું બીજું નાટક છે, જેમાં પાંચ ભાગ છે અને તેમાં મહારાજ પુરુરવા અને ઉર્વશીની પ્રેમ કથા દર્શાવવામાં આવી છે,સાથે ‘કુમારસંભવ’નામ ની એક કવિતા છે અને શિવપાર્વતીના લગ્નથી લઈને કુમાર કાર્તિકેયના જન્મ અને તેમના દ્વારા તારકાસુરની કતલ સુધીની વાર્તા વર્ણવે છે.ત્યાર પછી’મેઘદૂત’ કાલિદાસનું પાંચમું પુસ્તક છે.તે ખંડકાવ્ય છે,તેની શરૂઆતમાં,કાલિદાસે વાદળને સંદેશવાહક બનાવીને કુબેરની નગરી અલકાપુરીનો સુધી નો માર્ગ ઓળખવ્યો છે.તેનાં ઉત્તરાર્ધમાં, યક્ષે મેઘને તેની વિરહિની પ્રિયાની ઓળખ કરવાનું કહ્યું છે અને પોતાનો સંદેશ આપ્યો છે.આ કવિતામાં વરસાદની ઋતુ અને વિરહનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે.તો બીજી તરફ છઠ્ઠા પુસ્તક ‘રઘુવંશમ્ ‘માં રઘુવંશની કથા કહેતા પહેલા કવિ કાલિદાસે કહ્યું છે કે આ વંશનો ઉદ્ભવ સૂર્યથી થયો હતો,જે સૂર્યવંશના દિલીપથી લઈને કુશ અને તેના ઘણા અનુગામીઓ સુધીની વાર્તા રઘુવંશમાં આલેખી છે.તો ક્યાંક પોતાની જાત પર વિચાર કરીને દુનિયા ને સમજાવવા માટે લખી નાખ્યું કે “જ્યાં ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતો,હું નાના લાકડાં ના પાટિયાથી બનેલી નાની નાવડી લઈને વિશાળ સમુદ્રને પાર કરવાનું વિચારી રહ્યો છું.”તો આમ કવિ કાલિદાસ નું એક મહત્વપૂર્ણ સાતમું ઉત્તમ પુસ્તક”અભિજ્ઞાનશાકુંતલમ્” છે.જેમાં તેમનો સૌથી મોટું ત્રીજું નાટક આલેખેલું છે તે સાત ભાગ માં વહેચાયેલું છે,જે નાટકમાં રાજા દુષ્યંત અને શકુંતલાની વાર્તાનું વર્ણન ખૂબ સુંદર રીતે કરેલું જોવાં મળે છે,ત્યારે જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા એમ કહેવામાં છે.આમ આ રીતે,આજના સમય માં પણ મહાકવિ કાલિદાસની તમામ રચનાઓ અને નાટકો આપણા સંસ્કૃત સાહિત્યમાં અમર છે.તેમની કૃતિઓ, સાહિત્ય, શાસન અને રાજકારણ,સમાજ અને જાહેર વિશ્વાસ,ભૂગોળ,લલિત કળા, સ્થાપત્ય જેવાં બધાં તેમનાં કાર્યો દૃશ્યમાન છે,આજે પણ કવિ કાલિદાસ ને સંસ્કૃત ભાષાના એક પ્રખર મહાકવિ કાલિદાસ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે.તો બીજી તરફ આ સમય દરમ્યાન વિક્રમાદિત્યના દરબારના નવ રત્નોમાંના એક ગણાતા ભારતીય ખગોળવિજ્ઞાની,ગણિતશાસ્ત્રી,અનેજ્યોતિષ વરાહમિહિર થઈ ગયાં.જેમણે આર્યભટ્ટના ગણિત કોષ્ટકની સુધારી હતી….

Advertisement

પ્રતિનિધી: પંચમહાલ નો ભોમિયો
લક્ષમણ રાઠવા ઘોઘંબા

Advertisement

Trending

Exit mobile version