Connect with us

Gujarat

રાજકોટમાં 300કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ આકાર લેશે.

Published

on

  • સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની 947મી માનસસદભાવનારામ કથાનો પ્રારંભ
  • અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વૃદ્ધોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની

માંગ છે. – પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી

 

રાજકોટ-જામનગરહાઇવેઉપરરામપરખાતે “માતૃદેવોભવપિતૃદેવોભવ”નીભાવનાચરિતાર્થકરવામાનવસેવાચેરીટેબલટ્રસ્ટદ્વારાસમાજનાસેવાભાવીઅનેદાનવીરલોકોનાસહયોગથીભારતનાંસૌથીમોટાં’સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વૃધ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂ. ૩૦૦કરોડછે. જેમાં 11 માળના 7  નવાબિલ્ડિંગમાં૫૦૦૦નિરાધાર, પથારીવશ, બીમાર વડીલો માટે ૧૪૦૦રૂમતૈયારકરવામાંઆવશે. આસંદર્ભેરાજકોટમાં૨૩નવેમ્બરથી૧ડિસેમ્બર૨૦૨૪સુધીપરમપૂજ્યસંતશ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શ્રી શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં “માતૃદેવ ભવ” -“પિતૃ દેવો ભવ” આવી ભાવનાનો પણ હ્રાસ થયો છે, જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી “ઓછા બાળ જય ગોપાલ”ની માનસિકતાના લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ છે, તદુપરાંત સંયુક્ત કુટુંબો રહ્યા નથી. આવા કારણોને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃધ્ધાવસ્થા બહુ જ પીડાજનક બને છે. સમાજમાં પૈસાવાળા હોય કે દિકરા દિકરી વિદેશ પરણ્યા હોય કે પછી પોતાનું વતન છોડી વ્યવસાય અર્થે ભારતના કોઈપણ ખૂણે રહેતા હોય એવા સમયે ઘરના વડીલો નિરાધાર થઈ જાય છે. આમ જોવા જઈએ તો સૌથી કફોડી સ્થિતિ શ્રમીક વર્ગની છે, જેવા કે રીક્ષાવાળા, થેલાવાળા, મજુર, ઘરકામ કરતી બાઈઓ, આયાબહેનો વગેરેની સ્થિતિ કફોડી ત્યારે થાય છે જ્યારે તેઓ શારીરીક રીતે કંઈ કરી શકતા ન હોય. સમાજના આવા લોકોની સ્થિતિ જોઈને, તેમના પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને સદભાવના વૃધ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. સદભાવના વૃધ્ધાશ્રમમાં બધા જ સ્વયંસેવકો નિષ્કામ ભાવે સેવા કરે છે. સદભાવના વૃધ્ધાશ્રમની સમગ્ર ટીમને સંસ્થામાં સેવા પામતા વૃદ્ધોના અંતરના આશીર્વાદ મળ્યા જેના લીધે સદભાવના સંસ્થાનો વિકાસ થયો. આજે ૬૫૦જેટલાવૃધ્ધોનીસેવાથઈરહીછેજેમાં૨૦૦થીવધુવડીલોતોપથારીવશછે“ડાઈપર”ઉપરછે, એટલે તેમને તૈયાર કરવા, કપડા બદલવા, ખવડાવવું, આ બધુ કરવાવાળા કાર્યકર્તાઓ પણ નિષ્ઠાથી કામ કરે છે.

પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ વધુમા જણાવ્યું હતું કે, વડીલોના અંતરના આશીર્વાદ જે સંસ્થાને અવિરત મળ્યા કરે છે અને સમગ્ર ગુજરાતના તેમજ વિશેષ રીતે રાજકોટના ધર્મપ્રેમી, સેવાભાવી દાતાઓના દાનની સરવણીને  ધ્યાનમાં રાખી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ હવે રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે ૩૦એકરજમીનમાં-૫૦૦૦જેટલાવૃધ્ધોરહીશકેતેવા૧૪૦૦રૂમોવાળાએકવિશાળવૃધ્ધાશ્રમનુંનિર્માણકરવાજઈરહ્યુંછે. આવૃધ્ધાશ્રમઅંદાજેઆવતાબેવર્ષમાંપૂર્ણકરવામાટેસંસ્થાસાથેજોડાયેલાસંસ્થાનાકાર્યકરોઅવિરતમહેનતકરીરહ્યાછે. આ વૃધ્ધાશ્રમમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગ રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની અદ્યતન તમામ સુવિધા  પરિસરમાં  જ મળી રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રયાસ છે.

Advertisement

સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે સદભાવના વૃધ્ધાશ્રમમાં સામાજીક કે શારિરીક રીતે અશકત હોય તેવા કોઈપણ ઉંમરના વ્યકિતઓને, નાતજાત કે ધર્મના ભેદભાવ વગર, હરખભેર આવકારવામાં આવે છે. જો કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત ધ્યાનમાં આવે,તો તેને સદભાવના વૃધ્ધાશ્રમ સુધી પહોંચાડી શકાય છે. નિસંતાન, નિરાધાર, અપરિણત અને પથારીવશ વડીલો જયારે પોતાનાં રહયાં સહયાં જીવનને અભિશાપ ગણી, દિવસો વિતાવતા હોય, તેવા એકલવાયા લોકો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારના સભ્ય બન્યા પછી આયખાંના બાકી રહેલા દિવસો સુખ–શાંતિ અને હર્ષથી વિતાવતા, ચહેરા પર સ્મિત ધારણ કરેલા જોવા મળે છે. જે સદભાવના વૃધ્ધાશ્રમ માટે સંતોષની ચરમસીમા સમું દૃશ્ય છે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર, 400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો  સંસ્થાનો ધ્યેય છે.

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બિમાર, અંધ, અપંગ,અને લાચાર 150 શ્વાનોને જીવનપર્યંત આશ્રય-સેવા-સારવાર-સુશ્રુષા કરવામાં આવે છે.

Advertisement

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગૌવંશ બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે.જેમાં ગામ, શહેર, હાઈવે રોડ પર બળદ છુટા,રખડતા,લાચાર,બીમાર કે વયોવૃધ્ધ અવસ્થાનાં ૧૬૦૦અનાથબળદોનેસાચવવામાંઆવેછે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં પડતર કિંમતનો સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ‘નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે લોકોને દવાઓ પર 15% થી 60% સુધી ડિસ્કાઉન્ટ મળે છે.

Advertisement

આ ઉપરાંતમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પશુ, પક્ષીઓ માટેની નિ:શુલ્ક પશુ હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે કે જેનો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જીવદયા પ્રેમીઓ લાભ લે છે. આ નિ:શુલ્ક પશુ, પક્ષી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ,શેલ્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

સદભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ આ પ્રસંગે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે આપના ધ્યાનમાં કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત આવે તા તુરંત સદભાવના ટ્રસ્ટનો સંપર્ક કરશો.  તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા છે. બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામકથાનાં આયોજનમાં નિમિત્ત આયોજકોને અભિનંદન આપ્યા છે. આ રામ કથામાં સ્વામી રામદેવ (પતંજલિ યોગવિદ્યાપીઠ)નાં સ્થાપક ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના પ. પૂ. ડો. ચિન્મયાનંદજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી પણ ખાસ ઉપસ્થિત રહેશે.

Advertisement

વૈશ્વિક રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ દેશ-વિદેશના 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. આ વૈશ્વિક રામકથા સાથોસાથ સમાજોપયોગી અનેક સત્કર્મો કરવામાં આવશે. ‘થેલેસેમીયા મુકત સમાજ’ બની શકે તે માટે કથામાં, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, સમગ્રપણે નવેમ્બર મહિના દરમ્યાન 25,000 લોકો રક્તદાન કરશે તેવો એક અંદાજ છે.  વૈશ્વિક રામકથા નિમિત્તે 1 નવેમ્બરથી રાજકોટની આસપાસના અલગ અલગ વિસ્તારો, કોલેજો વગેરે સ્થળોએ વૈશ્વિક રામકથાને નિમિત્ત બનાવીને રક્તદાન કેમ્પ યોજાશે. કથા સંગે, કથા પરિસર સ્થળે પણ રક્તદાન કેમ્પ યોજાશે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંકને આમંત્રણ આપી દર્દીનારાયણ, દરિદ્રનારાયણ, થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.  એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ–સ્તરના આબાલ વૃધ્ધ, ગરીબ–તવંગર સૌ કથા શ્રાવકો માટે ‘હરિહર’ નું આયોજન તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી ૨૫કિલોમીટરલાંબીએવી’ભવ્ય આમંત્રણ રેલી’નું આયોજન કરાશે.

 

Advertisement

હિંદુ ધર્માચાર્ય મહાસભાનાં આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક અને સંરક્ષક પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીનો પરિચય :

 

Advertisement

પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી પ.પૂ, સ્વામી દયાનંદ સરસ્વતીજીના વરિષ્ઠ શિષ્ય છે. પૂજ્ય સ્વામીજીએ પ.પૂ. સ્વામી દયાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ વેદાંત, સંસ્કૃત અને યોગમાં વ્યાપક શિક્ષણ મેળવ્યું. પૂજ્ય સ્વામીજી છેલ્લા 43 વર્ષથી સમગ્ર ભારત અને વિશ્વમાં સમાજના વિવિધ વર્ગોને શાસ્ત્રો અને પ્રવચનો આપી રહ્યા છે. પ.પૂ. સ્વામીજી એ આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ-અને-વડોદરા (ભારત) નાસ્થાપક અધ્યક્ષ,પ્રમુખ- શિવાનંદ આશ્રમ અમદાવાદ, કન્વીનર અને જનરલ સેક્રેટરી છે – તેજ રીતે પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીહિંદુ ધર્મચાર્ય મહાસભાનાંઆંતર રાષ્ટ્રીય કન્વીનર તેમજ મહામંત્રી છે.પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં રચાયેલ રાષ્ટ્રીય (અને રાજ્ય) “આઝાદી કા અમૃત મહોત્સવ સમિતિનાં સદસ્ય,પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં રચાયેલ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રીય (અને રાજ્ય) સમિતિનાં સદસ્ય, આદિ શંકરાચાર્ય મેમોરિયલ ટ્રસ્ટ, મધ્ય પ્રદેશ સરકાર, ભારતનાં સદસ્ય, પંડિત દીન દયાલ જન્મ શતાબ્દી ઉજવણી માટેની રાષ્ટ્રીય સમિતિનાં સદસ્ય છે.

પરમ પૂજ્ય સ્વામીજીએ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે આચાર્ય સભાની સફળ પહેલોની આગળની સંખ્યાનું નેતૃત્વ કર્યું છે જેમાં  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા, રામ સેતુનું રક્ષણ-એક સાંસ્કૃતિક, પ્રાચીન વારસાનું સ્મારક, ભગવદપદ શ્રી આદિ શંકરાચાર્યજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન, આધ્યાત્મિક શિક્ષણ અને સાંસ્કૃતિક કેન્દ્ર, ઓમકારેશ્વર, MP(ભારત) ખાતે નો સમાવેશ થાય છે. આ સાથે પૂજ્ય શ્રી સ્વામીજી મંદિરો અને ધાર્મિક સ્થળોને વિવિધ રાજ્ય સરકારોના નિયંત્રણમાંથી મુક્ત કરવા માટેના ચળવળનું અગ્રીમ નેતૃત્વ કરી રહ્યા છે.

Advertisement

પૂજ્ય સ્વામીજીએ મુખ્ય વક્તા તરીકે વિશ્વ ભરમાં પ્રવાસ કરી અસંખ્ય પરિષદો અને કાર્યક્રમોમાં હાજરી આપી દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે.જેમ કેહિંદુ-યહુદી સંવાદ, દિલ્હી/જેરુસલેમ, G8 સમિટ, કેનેડા, વિશ્વ ધર્મ પરિષદ, યુએન, જીનીવા, વિશ્વ હિંદુ પરિષદ, બાલી, શાંતિ, સંવાદિતા અને સુરક્ષા માટે આંતરધર્મ સંવાદ, મ્યાનમાર, પ્રાચીન પરંપરા સમકાલીન વાસ્તવિકતાઓ” ઇઝરાયેલ – એશિયા વિશ્વાસ નેતાઓની સમિટ ઇઝરાયેલ, નેતૃત્વ અને આધ્યાત્મિક ઇન્ટેલિજન્સ સેમિનાર, બ્રિટિશ સંસદ, યુ.કેવૈદિક સાંસ્કૃતિક પરિષદ, જાપાન, વિયેતનામ, કઝાકિસ્તાન અને કંબોડિયા સહિતના દેશોમાં અસંખ્યપરિષદોઅને કાર્યક્રમોમાં હાજરી આપી છે.

પૂ. સ્વામીજીમાં સમાજના તમામ વર્ગો, યુવાનો, સાધકો, સરકારી અને કોર્પોરેટ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બાળકો સાથે સંવાદસાધવાની અનન્ય ક્ષમતા છે. પૂ. સ્વામીજીએ સરકારી અધિકારીઓ, શિક્ષકો, કોર્પોરેટ વ્યાવસાયિકો અને સાધકો માટે અસંખ્ય તાલીમ કાર્યક્રમો પણ યોજ્યા છે.પૂજ્ય સ્વામીજીનું રાષ્ટ્ર નિર્માણ અને સમાજ ઘડતરમાં યોગદાન અનન્ય છે, જેમ કે મુમુક્ષુ (સાધકો) સરકારી કર્મચારીઓથી લઈને અધિકારીઓ સુધીના સમાજના દરેક વર્ગમાં 25,000 કલાકથી વધુ શિક્ષણ અને તાલીમ. કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, વિદ્યાર્થીઓ અને કાર્યકારી સ્ટાફને માટે, 10 લાખથી વધુ લોકોએ શિબિરો, નિયમિત વર્ગો, સેમિનાર અને સામાજિક કાર્યક્રમો અને જાહેર વાર્તાલાપ દ્વારા આંતરિક વિકાસ માટે વેદાંતનું શિક્ષણ લીધું, ગુજરાત સરકારના 10,000 થી વધુ કર્મચારીઓ, પૂજ સ્વામીજી દ્વારા આંતરવ્યક્તિત્વ કૌશલ્ય, તણાવ મુક્ત જીવન, અસરકારક સંચાર અને કાર્ય જીવન સંતુલન પર આયોજિતવિવિધ તાલીમ કાર્યક્રમો દ્વારા લાભ મેળવનાર કોર્પોરેટ્સની સંખ્યા, 10,000 થી વધુ યુવાનોએ જીવનના પાઠ, આંતરિક વૃદ્ધિ અને ઉદ્દેશ્ય સાથે જીવન માટે પદ્ધતિસરના વેદાંત અભ્યાસમાં ભાગ લીધો, 14-17 વર્ષની વય જૂથના 20,000 થી વધુ વિદ્યાર્થીઓને જીવન કૌશલ્યો અને નૈતિક મૂલ્યોની તાલીમ, પૂ. શ્રી સ્વામીજીને ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા “ડી લિટ” એનાયતકરવામાં આવે છે.પૂ. શ્રી સ્વામીજીને ગુજરાત સરકાર દ્વારા સંસ્થાપિત “સંસ્કૃતિક યોદ્ધા”નો પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

 

વધુ માહિતી માટે સંપર્ક કરો:

Advertisement

મિતલ ખેતાણી 98242 21999

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!