Chhota Udepur
છોટાઉદેપુરના ખડખડ ગામે યાત્રા રથ પહોંચ્યો, ગ્રામજનોએ સરકારની યોજનાઓ લાભ લીધો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેશભરમાં ગામે ગામ જઈને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આ યોજના થકી થતા લાભ પણ લોકો સ્થળ પર જ મેળવી રહ્યા છે. એટલે કે, હવે સરકારની યોજનાઓ ઘર આંગણે પહોંચતી થઈ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો દરમિયાન અનેક લાભાર્થીઓ સ્થળ પર જ યોજનાકીય લાભો મેળવી રહ્યા છે.
ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખડખડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જેનું ગ્રામજનો તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશનો કોઈપણ નાગરિક સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોનો જ એક ભાગ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજનાઓ હવે ઘર આંગણે આવી છે અને આ યોજનાઓને દરેક નાગરિક ઉમળકાભેર વધાવી રહ્યા છે. આ રથ મારફતે ગ્રામજનોએ સરકાર દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી નિહાળી હતી. આજરોજ આયોજીત કાર્યક્રમમાં ખડખડના ૩૦૦ થી વધુ લોકો સહભાગી થયા હતા. તેમજ “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત અનેક લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની કહાની લોકો સુધી પહોંચાડી હતી.
આજના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકોનું સ્થળ પર જ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ માય ભારત અંતર્ગત સ્વયંસેવક તરીકે પણ ગ્રામજનો નોંધણી કરાવવા માટે આગળ આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ અનેક સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે. આ સ્ટોલ સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે. ગ્રામજનો સહભાગી થઈને વિવિધ યોજનાકીય લાભ સ્થળ પર જ મેળવી રહ્યા છે. આયુષ્યમાન ભારત યોજના, ઉજ્વલા યોજના તેમજ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ સ્થળ પર લોકો મેળવી રહ્યા છે. આજ રોજ આયોજીત કાર્યક્રમમાં ૭૦ થી વધુ લોકોનાં સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યાં હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર એ.પી.એમ.સી ચેરમેન મુકેશભાઇ પટેલ, તાલુકામંડળ ભાજપ પ્રમુખ કાળુભાઈ, સરપંચ ખડખડ વિરેન્દ્રસિંહ રાઠવા,ગ્રામજનો, શિક્ષકો, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.