Gujarat
બાવન ગજની ધજા સાથે ઘોઘંબા બેલદાર સમાજના યુવાનો રણુજા જવા રવાના

ઘોઘંબા નગર માં રહેતા બેલદાર સમાજના સંતો,દોઢસો થી વધુ યુવાનો તથા મહિલાઓ બાવન ગજની ધજા સાથે 730 કિલોમીટર સુધી પદયાત્રા કરી રાજસ્થાનમાં આવેલ સુપ્રસિદ્ધ રણુજા ધામે આવેલ રામદેવપીરના મંદિરે ધજા અર્પણ કરશે
ઘોઘંબા નગરના રામદેવપીરના ભક્તો એ આજરોજ રામદેવ મહારાજને અર્પણ થનારી 52 ગજની ધજા ની શોભાયાત્રા કાઢી હતી ઘોઘંબામાં રહેતા બેલદાર સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી દર વર્ષે રાજસ્થાનમાં આવેલ રામદેવરા સુધી ખભા ઉપર મહાકાય ધજા લઈ પદયાત્રાએ નીકળે છે આજથી 30 વર્ષ પહેલા બેલદાર સમાજના વડીલોએ રામદેવ પદયાત્રાની શરૂઆત કરી હતી જે પ્રથા આજે પણ યુવાનોએ જાળવી રાખી છે.
ઘોઘંબા નગરમાં નીકળેલી ધજાની શોભા યાત્રામાં મોટી સંખ્યામાં રામદેવપીરના ભક્તો જોડાયા હતા. સોભાયાત્રા માં હાજરી આપનાર રામદેવ ના સંત ભગત ને આરતી દરમિયાન રામદેવ ની હાજરી આવતા જય બાબારી જય રામદેવ પીર ના જયકાર થી વાતવરણ ગુંજી ઉઠયુ હતુ