Dahod
ઝાલોદ બાર એસોસિએશને સમલૈંગીક લગ્ન ને કાનૂની માન્યતા બબતે વિરોધ નોંધાવાયો
(પંકજ પંડિત દ્વારા)
સુપ્રીમ કોર્ટે દ્વારા સમલૈંગિક યુગલો વચ્ચે કાનૂની ગણવા માટે ચુકાદાની રાહ જોવાઈ રહેલ છે. તેવામાં ભારતની સામાજિક, ધાર્મિક અને ન્યાયિક દ્રષ્ટિનાં મુદ્દાઓ સરકાર ધ્યાનમાં લે તેવી માંગ ઝાલોદ બાર એસોસીએશનના સભ્યો દ્વારા આવેદનપત્ર આપી કરવામાં આવેલ છે.
ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કાર પૈકી બારમો સંસ્કાર અતિ મહત્વનો છે. આ સંસ્કાર મુજબ તમામ ધર્મ કે જાતિના લોકોમાં વિવાહ, લગ્ન સંસ્કાર પ્રથા પ્રચલિત છે. વિવાહ થતાં બે પરિવાર અને સમાજ સાથે જોડાય છે. સ્ત્રી અને પુરુષ દ્વારા દાંપત્ય જીવન જીવતા પરિવારમાં વંશ આગળ વધે છે અને આ બને સ્ત્રી પુરૂષોનું જીવન સમાજમાં ઉંડો પ્રભાવ પાડે છે. સ્ત્રી પુરુષના સંબધ થકી વંશ વિસ્તાર કરતા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાની હોય છે.
ભારત જેવા પવિત્ર દેશમાં વિકૃત માનસિકતા અને માત્ર વાસનામાં જ રાચતા રહેલા સમલૈંગિકોને જો સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા આપવામાં આવે તો સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને તેને મળેલા સંસ્કારો નાશ પામે તેમ છે. સમાજ તેમજ કુટુંબ પરિવાર વ્યવસ્થા દિન પ્રતિદિન નાશ થવા પામશે. તેમજ આવા લગ્નોને મંજુરી આપવામાં આવે તો સામાજિક વ્યવસ્થા તુટી જશે તેમજ આવી લગ્ન પ્રથાથી સમાજમાં ગંભીર જાતના રોગો વધશે જેથી આવા રોગોને લીધે માનવજાત નાશ પામશે.
પશુ પક્ષીઓ થી પણ નિમ્ન કક્ષાની વિચારધારા ધરાવતા આવી વિચારધારા થી દેશ, કુટુંબ, સમાજ ને નુકશાન થવાના અંદેશાઓ છે અને દેશ આંતરીક રીતે ખોખલો થતો જશે અને સમગ્ર દેશની યુવા પેઢી ગુમરાહ થઇ પડશે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભારત સરકાર આવા સમલૈંગિક લગ્ન પ્રથાને મંજુરી ન આપે તેવી માંગ ઝાલોદ બાર એસોસીએશન દ્વારા કરવામાં આવી છે.