Panchmahal
હાલોલ બસસ્ટેન્ડ પાસે ઊભેલી કાર માથી બેગ ની ચોરી
હાલમાં ચાલતી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓની બેઠક વ્યવસ્થા તથા પરીક્ષાને લગતી અન્ય સામગ્રી સાથે નો થેલો હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી મારી ગાડી માંથી ટપોરી જેવો લાગતો છોકરો ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે મળતી વિગતો મુજબ શિક્ષક પી એસ પરમાર પોતાની ગાડીમાં રણજીતનગર કેન્દ્રની બેઠક વ્યવસ્થા નું લિસ્ટ તથા સુપરવાઈઝરોના આઇકાર્ડ અને અન્ય સામગ્રી લઈને બપોરના 2:00 વાગે રણજીતનગર જવા માટે નીકળ્યા હતા. પરંતુ હાલોલ ની દ્વારકાધીશ હવેલી પાસે પહોંચતા ટપોરી જેવા લાગતા એક છોકરાએ મારી ગાડી નંબર જીજે 17 ah 1003 નો કાચ પર ટકોરા મારતા મે ગાડીનો કાચ ઉતાર્યો હતો અને આ છોકરાએ મને કહ્યું કે તમારી ગાડી માંથી આગળના ભાગે ઓઈલ ટપકે છે મેં આગળના ભાગે જઈ ગાડીનું બોનેટ ખોલી તપાસ કરતા એન્જિનની આજુબાજુ એવું કંઈ દેખાયું ન હતું
પરંતુ બહારના ભાગે એ છોકરા દ્વારા જ નાખવામાં આવેલ મને ઓઈલ દેખાયું હતું ગાડીના ના એન્જિનમાં કે એસી માંથી ઓઈલ ટપકતું ન હોવાનું જણાવતા હું ગાડીમાં બેઠો તે વખતે મારી નજર પડી તો બાજુની સીટ પર ઉપરોક્ત સામગ્રી સાથેની બેગ મૂકી હતી તે બેગ હતી નહીં એટલે તાત્કાલિક હાલોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવે બોર્ડની ઝોનલ ઓફિસે ગયો ત્યાં હાજર અધિકારીને સમગ્ર વિગત જણાવી બેઠક વ્યવસ્થા ની ઝેરોક્ષ કોપી તથા શિક્ષકોના આઈકાર્ડ લઈ હું રણજીતનગર ખાતે ગયો ત્યાંથી પરત આવીને આ અંગેનું સોગંદનામુ કરી હાલોલ પોલીસ સ્ટેશનમાં વિગતવાર લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર ઘટના નજીક્ક ના CCTV કેમેરા માં કેદ થઈ હતી જેમાં એક છોકરો કાર નો દરવાજો ખોલી બેગ લઈને રફુચક્કર થયો હોવાની ઘટના કૅમેરા માં કેદ થઈ ગઈ છે