Gujarat
ગુજરાત માં એવું કોઈ ખાતું નથી જ્યાં કોઈ ખાતા નથી
ગુજરાતમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી સતત વહ્યા કરેછે તેનું ઉદાહરણ રાજ્યમાં 63 મોટા બ્રિજ જોખમકાર જર્જરિત અને અકસ્માત ને આમંત્રણ આપે તેવા છે સરકાર દ્વારા આપવામાં આવેલ આ આંકડાઓ ખુદ બોલે છે કે ગુજરાત સરકારનું બાંધકામ વિભાગમાં ભારે ગોબાચારી ચાલે છે તથા પ્રત્યેક કામમાં ભ્રષ્ટાચાર ના કીડા ખદ બદે છે કોન્ટ્રાક્ટર સરકારી અધિકારીઓ અને સરકારમાં બેઠેલા પ્રતિનિધિ ઓની રહેમ નજર હેઠળ બધું જ વ્યવસ્થિત રીતે ચાલે છે. આ પ્રશ્ન એકલા બાંધકામ વિભાગનો નથી પુરવઠા વિભાગ હોય તો તેમાં પણ મોટા પાયે ગેરરીતીઓ ચાલે છે સરકારી દુકાનનો સંચાલક કરીબ કાર્ડ ધારકને અનાજ ઓછો આપે ખાતરમાં કાળા બજાર થાય, ગેસના બોટલોમાં જાહેર અવરજવરના રસ્તાઓ પર રીફિલિંગ નું કામ જીવના જોખમે ચાલતું હોય જીવન જરૂરી ચીજ વસ્તુઓના તોલ માપ અને ભાવ પર કોઈ જ કંટ્રોલ નથી રાજ્યમાં પ્રતિબંધિત વસ્તુઓનું બે રોકટોક તથા કોઈપણ જાતની બીક કે ગભરામણ વગર જાહેરમાં વેચાણ થતું હોય છતાં પોલીસ વિભાગ આંખ આડા કાન કરતું હોય અરે ખુદ પોલીસ ના માણસો પાયલોટિંગ કરતા અને લીકર વેચતા પકડાયેલા બનાવો ગુજરાતમાં બન્યા છે
ગુજરાત હવે પંજાબ સાથે હરીફાઈ કરે છે હવે તો ઉડતા પંજાબ નહીં પરંતુ આવું ચાલશે તો ગુજરાતને પણ ઉડતા ગુજરાત નું બિરુદ મળશે ખરેખર નંબર વન ગુજરાતને કોની નજર લાગી છે કે અધિકારીઓ કોઈને કાઢતા નથી ગુજરાત મોડલના મોદીજીના સૂત્રને અમર રાખવું હોય તો આ બધું બંધ કરાવવું પડશે તો જ ગુજરાત નંબર વન પર રહેશે
* ઉડતા પંજાબ નહીં પરંતુ આવું ચાલશે તો ગુજરાતને પણ ઉડતા ગુજરાત નું બિરુદ મળશે
* રાજ્યમાં 63 મોટા બ્રિજ જોખમકાર જર્જરિત અને અકસ્માત ને આમંત્રણ આપે તેવા
* આંકડાઓ ખુદ બોલે છે કે ગુજરાત સરકારનું બાંધકામ વિભાગમાં ભારે ગોબાચારી ચાલે છે