Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લાના સરપંચને મનરેગા યોજના અંતર્ગત કામોની વહીવટી મંજૂરી મળે તેવી માંગ ઉઠી

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ચાર દાયકા થી કોંગ્રેસનું એક હથું શાસન હતું સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પણ પૂર્વ પટ્ટીમાં આવેલા છોટાઉદેપુર વિસ્તારમા કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા છેલ્લા ૫૦ વર્ષથી ચૂંટાયા હતા. પરંતુ આ વખતે ઇતિહાસ નું પાનુ બદલાયુ છે અને ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ પોતાના બંને પુત્રો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્યો હોવાથી સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હતું
અને જિલ્લાના વિકાસના કામોની અંદર પણ ભેદભાવ રાખવામાં આવતો હતો સમગ્ર રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય એવી મનરેગા યોજનામાં રાજ્યના દરેક જિલ્લાઓમાં માલ મટેરિયલ સહિતના કામોની વહીવટી મંજૂરી આપવામાં આવતી હતી પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજનામાં મટેરિયલ સહિતના કામોને મંજૂરી આપવામાં આવતી નહોતી ફક્ત લેબર એટલે કે મજૂરી કામ જ આપવામાં આવતું હતું આવા ભેદભાવ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી છોટાઉદેપુર જિલ્લાના લોકો આનો ભોગ બની રહ્યા હતા પરંતુ હવે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે પાવીજેતપુરમાં જયંતીભાઈ રાઠવા જ્યારે છોટાઉદેપુરમાં રાજેન્દ્રસિંહ રાઠવાએ સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ત્યારે વિસ્તારની પ્રજા અને મતદારો એવી આશા રાખી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લા સાથે પણ ન્યાય કરવામાં આવે અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી કામોમાં મનરેગા યોજના ના કામોને મટીરીયલ્સ સાથે મંજૂરી આપવામાં આવે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી આપવામાં નહોતી આવતી પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લો પણ પોતાને હસ્તક કરી લીધો હોવાથી મતદારો આશા રાખી રહ્યા છે વિસ્તારના લોકો પણ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા આ વખતે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં મનરેગા યોજનાના લાભ રાજ્યના બીજા દરેક જિલ્લાઓને જેમ સમાન રીતે આપવામાં આવે અને ધારાસભ્ય દ્વારા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
-ભાજપ ના ત્રણ ધારાસભ્યો અને સાંસદ સાથે અડીખમ ઊભા રહી ભાજપ ને જિતાડનારા સરપંચોને મનરેગા યોજના અંતર્ગત માલ મટેરિયલ સહિતના કામોની વહીવટી મંજૂરી સાથે કામો મળશે કે કેમ
-પાંચ દાયકા ના કોંગ્રેસ ના શાસન નુ વિસર્જન કરનાર સરપંચ આજે મનરેગા ના કામો માટે તરસી રહ્યો છે