Panchmahal

હાલોલ ની શૂરક્ષા માટે પોલીસ મહેકમ વધારવા માંગ ઉઠી

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હાલોલ પાલિકા વિસ્તાર તથા ઔદ્યોગિક વિસ્તારમાં હાલમાં એક લાખ 65000 ની અંદાજે વસ્તી છે આ ઉપરાંત વસ્તી વધારાને લઈને ગુનાઓના પ્રમાણમાં પણ વધારો થયો છે સામે સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે મૂકવામાં આવતી પોલીસ હાલમાં મહેકમ કરતા 30 ટકા ઓછી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ નો વિસ્તાર વધ્યો છે સાથે વસ્તી માં વધારો થયેલ છે છેલ્લા એક મહિનામાં સાયબર ગુનાઓનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે છેલ્લા એક મહિનામાં સાયબરના 18 ગુનાઓ નોંધાયા છે જેમાંથી એક પણ ગુનાનું ડિટેક્શન થયું નથી 20 એપ્રિલ ના રોજ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં મહેકમ માટેનો પ્રશ્ન ઉપસ્થિત થતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું તે મહેકમ વધારવા માટેનો પત્ર ગૃહ વિભાગને લખીને જાણ કરવામાં આવ્યો છે આ અંગે ની કાર્યવાહી ચાલુ છે ખરેખર ગુજરાતની બીજા નંબરની ઔદ્યોગિક વસાહત ધરાવતું નગર હાલોલ છે જેમાં 2000 ઉપરાંત ઉદ્યોગો કાર્યરત છે ઇન્ટરનેશનલ કક્ષાના અને નેશનલ કક્ષાના ઉદ્યોગોનો પણ આમાં સમાવેશ થાય છે ઉદ્યોગને લઈને હાલોલ ની વસ્તીમાં મોટો વધારો થયો છે માટે હવે મહેકમ પ્રમાણે પોલીસની ભરતી સાથે હાલોલ ની સુરક્ષામાં વધારો કરવો હોય તો સીઆરપી પ્લાટૂન ની પણ નિયુક્તિ કરવી જોઈએ તથા હાલમાં હાલોલ નગરનો કંજરી રોડ વિસ્તાર તથા આંતરિયાળ વિસ્તારમાં મળી 150 ઉપરાંત સોસાયટીઓ છે જેમાં મોટાભાગના બહારના લોકોનો વસવાટ છે હાલોલ નગરની 40% ઉપરની વસ્તી કંજરી રોડ પર આ રોડ પર લુખ્ખા તત્વો નો ત્રાસ દિવસ દિવસે વધતો જાય છે તેને નાથવા માટે કંજરી રોડ પર એક પોલીસ ચોકીની વ્યવસ્થા કરવામાં આવે તો તે લોકહિતનું કામ ગણાશે

Advertisement

* 165000 ની વસ્તી સામે પોલીસ ની 30 % ઘટ
* લોક દરબાર માં નગરજનોએ પોલીસ મહેકમ વધારા ની માંગ કરી
* વધતાં ગુનાઓના ઓના પ્રમાણ ને જોતાં કંજરી રોડ ઉપર પોલીસ ચોકી ના નિર્માણ ની પણ રજ્જુયત કરાઈ
* છેલ્લા એક મહિનામાં સાયબર ક્રાઇમ ના 18 ગુનાઓ નોંધાયા
* ગુજરાતની બીજા નંબરની ઔદ્યોગિક વસાહત ધરાવતું નગર હાલોલ છે જેમાં 2000 ઉપરાંત ઉદ્યોગો કાર્યરત છે
* હાલોલ ની સુરક્ષામાં વધારો કરવો હોય તો સીઆરપી પ્લાટૂન ની પણ નિયુક્તિ કરવી જોઈએ

4 થા પાને મુકાવજો

Advertisement

Trending

Exit mobile version