Connect with us

Gujarat

સુરતમાં પણ થયો સ્માર્ટ મીટરનો વિરોધ, આટલા લોકોએ કરી અરજી

Published

on

ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ વધતો જઈ રહ્યો છે. વડોદરા, અમદાવાદથી લઈને સુરત સુધી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગરમીમાં લગભગ બમણાથી પણ વધુ બિલ તથા જૂના બિલોની તુલનાએ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાના દાવા સાથે લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જેના કારણે લોકો સ્માર્ટ મીટર કાઢી લઈને જૂના મીટરો ફરી સ્થાપિત કરી દેવા માગ કરી રહ્યા છે.

સુરતમાં વિરોધ યથાવત્
તાજેતરનો મામલો સુરતનો છે. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં પૂણા ગામના લોકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિકો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના કાર્યાલયે ધસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. દેખાવકારોએ સ્માર્ટ મીટર ન લગાવવા વાંધા અરજીઓ દાખલ કરી હતી. આ અરજી તેમણે ડીજીવીસીએલના એમડીને સોંપી હતી.

Advertisement

5000થી વધુ લોકોએ કરી છે વાંધા અરજી

માહિતી અનુસાર કોંગ્રેસ અને આપના કાર્યકરોના નેતૃત્વમાં આયોજિત દેખાવોમાં 5000થી વધુ લોકોએ DGVCLના એમડીને અરજી સોંપી હતી અને સ્માર્ટ મીટર ન લગાવવા માગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોની સાથે સોસાયટીના પ્રમુખો પણ આ દેખાવોમાં સામેલ થયા હતા.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!