Panchmahal
પાવાગઢ ડુંગર ઉપર મંદિર બનાવવા માં સફળતા મળી પરંતુ પાણી માટે તંત્ર નપાણીયુ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોને વિકાસના પથ પર લઈ જઈ યાત્રાળુઓ તથા પર્યટકોને આકર્ષવા માટેના શુભ પ્રયાસો હાથ ધર્યા છે જે આવકારદાયક છે પરંતુ આ પ્રયાસોમાં પાવાગઢ યાત્રાધામની પ્રાથમિક સુવિધાઓને ધ્યાન પર લઈ તેના પર વધુ સગવડતા આપવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ પાવાગઢની પ્રાથમિક જરૂરિયાત ત્યાંના નાગરિકો યાત્રાળુઓ તથા પર્યટકો માટે પીવાના પાણીની છે જે ઘણા વર્ષો બાદ પણ આ પ્રશ્નને હલ કરવામાં આવ્યું નથી પાવાગઢ માચી ખાતે પાંચ પરબો બનાવવાના પ્રયાસોમાં સફળતા મળી છે પરંતુ આજ સુધી પરબોમાં એક પણ ટીપુ પાણી પરબમાં ભરાયું નથી પરિણામે 42 ડિગ્રી ગરમીમાં પાણી વગર આ ટાંકીઓમાં તિરાડો પડશે અને પાણી લીકેજ થશે લાખો અને કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા બાદ એ રૂપિયાનો સદ ઉપયોગ ન થાય તો તે માટે જવાબદાર કોણ ?
આજે પણ પાણીની પરબો પર ખાનગી વેપારીઓ દ્વારા પાણીની બોટલોનું વેચાણ થાય છે આ ઉપરાંત યાત્રાળુઓ માટે માચી સુધી અને માચી થી ડુંગર સુધી શૌચાલયો બનાવવાની જરૂર છે પરંતુ સૌચાલયનો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે પાણીની વ્યવસ્થા થશે પાવાગઢ ડુંગર માટે સૌથી અગત્યની અને પ્રાથમિક સુવિધા પાણીની છે પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા મહાકાલી નું મંદિર બનાવવાનું શક્ય જ ન હતું તેને ભવ્ય મંદિર બનાવવામાં સફળતા મળી તો પાણીનો પ્રશ્ન હલ કરવામાં પણ સફળતા મળે એમાં કોઈ બે મત નથી પરંતુ તે માટેના નિષ્ઠાપૂર્વક ના પ્રયત્નો પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન 100% હલ થાય તેવો છે
અત્રે ઉલ્લેખનીય છે કે પાવાગઢ ડુંગર ઉપર તાજેતર માં રાજકીય નેતાઓ અને અધિકારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જો તંત્ર ને ગંદકી દેખાઈ તો પાણી વિનાની ટાંકીઓ અને શ્રદ્ધાળુ ઓની તરસ કેમ ના દેખાઈ !