Gujarat
તહુરા પ્રોટીન મિલના સીઝ કરાયેલા તુવેરદાળના જથ્થાની જાહેર હરાજી થશે
પંચમહાલ કલેકટર કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લા કલેકટર આશિષકુમારના નેજા હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગત માસની તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ શેખ મજાવર રોડ, ગોધરા ખાતે આવેલ તહુરા પ્રોટીન મીલની આકસ્મિક તપાસણી કરી સીલ કરવામાં આવેલ તુવેરદાળના જથ્થાની જેમ છે ત્યાંના ધોરણે ઇ-ઓકશન દ્વારા જાહેર હરાજી હાથ ધરવામાં આવનાર છે,
જાહેર હરાજી તા. ૦૧/૧૦/૨૦૨૪ મંગળવાર ના રોજ NeML ના ઇ-ઓક્શન પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવશે. જેમાં અંદાજિત એ ગ્રેડની તુવેર દાળના ૫૭૩.૫૫ મેટ્રિક ટન જથ્થાની આરક્ષિત રૂ. ૧૩,૪૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે તથા બી ગ્રેડની તુવેર દાળના ૧૨૮.૦૫ મેટ્રિક ટન જથ્થાની રૂ. ૭,૨૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે તહુરા પ્રોટીન મિલ, શેખ મજાવાર રોડ, ગોધરા ખાતે હરાજી ઇ ઓકશન દ્વારા હરાજી કરવામાં આવશે. એમ કુલ મળી ૭૦૧.૬ મેટ્રિક ટન તુવેરદાળના જથ્થાની જાહેર હરાજી હાથ ધરાશે.
ઈચ્છુક ખરીદનાર વ્યક્તિઓ www.neml.in વેબસાઈટ ઉપર જઈને નિયમો અને શરતો અંગે વિગતવાર જાણકારી મેળવી શકે છે. તેમજ NeML ના પ્રતિનિધિ જીગર મહેતા,શ્રીકાંત પટેલ કલેકટર કચેરીના પ્રતિનિધિ ડી.આર.વણઝારાને સંપર્ક કરી શકશે તેમ વધુમાં કલેકટર કચેરીની એક યાદીમાં જણાવાયુ છે.
NeML ના ઇ-ઓક્શન પોર્ટલ મારફતે કુલ ૭૦૧.૬ મેટ્રિક ટન તુવેરદાળના જથ્થાની જાહેર હરાજી કરાશે
***
ઈચ્છુક ખરીદદારો ઇ-ઓક્શન પોર્ટલ મારફતે હરાજીમાં ભાગ લઈ શકશે