Gujarat

આગામી ત્રણ કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં કરશે જોરદાર બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી

Published

on

ગુજરાતમાં અવિરત વરસાદ ચાલુ છે ત્યારે આજે વહેલી સવારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં ક્યા વિસ્તારમાં વરસાદ પડશે તેને લઈને અનુમાન આપ્યું છે.

હવામાન વિભાગ અનુસાર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહીસાગર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી દેવભૂમિ દ્વારકામાં સામાન્ય છુટો છવાયો વરસાદ પડશે. જ્યારે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ વડોદરા નવસારી વલસાડ અમરેલી ભાવનગર પોરબંદર જુનાગઢ મોરબી દમન દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

CM અસરગ્રસ્ત વિસ્તારનું આજે કરશે નિરીક્ષણ. જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આ વિસ્તારની મુલાકાત લેશે. નિરીક્ષણ બાદ જૂનાગઢમાં સમીક્ષા બેઠક યોજશે.

રાજ્યમાં હજુ પણ આગામી 7દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

Advertisement

હવામાન વિભાગ રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસની સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ .યથાવત રહેશે, આગામી 2 દિવસ ભારે વરસાદ બાદ પણ અન્ય જિલ્લાામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

Advertisement

છેલ્લા 7 દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટ મધ્યમાં બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા, ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જેમાં માંગરોળ, માળિયા, જામજોધપુર, કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો છે.

માંગરોળ પંથકમાં બુધવારે બાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ફરી ગુરુવારે મોડીરાત્રે માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂઆત થઇ હતી જેથી માંગરોળ પંથકમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. આ ઉપરાંત ખેડૂતોના ખેતરોના ધોવાણ થયા છે. ખેડુતોને મગફળીના વાવેતરમાં ભારે નુકસાની થવાની શક્યતા શેવાઇ રહી છે.

Advertisement

Trending

Exit mobile version