Astrology
ફેંગશુઈની આ 5 ટિપ્સ કરિયરને આપે છે ઝડપ, મેળવો ઝડપી પ્રગતિ

ફેંગશુઈ અનુસાર, ઘરમાં એટલી જ વસ્તુઓ રાખો, જેની તમને જરૂર હોય. વધુ પડતો સામાન ચાલવામાં અવરોધ ઉભો કરે છે, જે યોગ્ય માનવામાં આવતું નથી. તેનાથી સકારાત્મક ઉર્જા પણ પ્રભાવિત થાય છે.
ફેંગશુઈ અનુસાર ડ્રોઈંગ રૂમમાં સોફાને એવી રીતે ન રાખો કે તેની પાછળની બાજુ રૂમના દરવાજા તરફ હોય. એટલે કે બહારથી આવતા લોકોએ સોફાની પાછળની બાજુ ન જોવી જોઈએ.
ફેંગશુઈમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારનું ખૂબ મહત્વ છે. પ્રવેશદ્વાર સ્વચ્છ હોવો જોઈએ અને આવા-જાવા માં કોઈ અડચણ ન હોવી જોઈએ.
ભૂલથી પણ ઘરમાં તીક્ષ્ણ અથવા કાંટાવાળા પાંદડાવાળા છોડ ન લગાવો. ફેંગશુઈમાં ગોળાકાર પાંદડાવાળા છોડ રોપવા સારા માનવામાં આવે છે.
ઓફિસમાં અને ઘરમાં આરામ માટે કે બેસવા માટે ફર્નિચર એવી રીતે રાખો કે તમારી નજર ત્યાંથી સીધી દરવાજા તરફ હોવી જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.