Tech
ફોન ચાર્જ કરતી વખતે જો તમે પણ કરતા હોઈ આ ભૂલો તો ચેતી જજો ખરાબ થઈ શકે છે બેટરી

સ્માર્ટફોન (Smartphones) હવે અત્યંત જરૂરી ડિવાઇસ બની ગયું છે. તેના વગર આપણા ઘણાં કામ અટકી જાય છે. તેમાં ઘણી વખત સમસ્યા પણ આવે છે. સ્માર્ટફોન યુઝર્સની એ ફરિયાદ રહેતી હોય છે કે ચાર્જિંગને કારણે તેમનો ફોન ખરાબ થઈ ગયો. તેનું કારણ એ છે કે ઘણાં લોકો ખોટી રીતે પોતાનો ફોન ચાર્જ કરે છે. આ કારણે જ એવી સમસ્યા પેદા થાય છે.
તમે ચાર્જિંગ દરમિયાન અહીં જણાવેલી કેટલીક ટિપ્સને ફોલો કરીને પોતાના ફોનને સેફ રાખી શકો છો. ઘણાં લોકો સ્માર્ટફોનને કોઇપણ ચાર્જરથી ચાર્જ કરવા લાગે છે. આવું ન કરવું જોઈએ. તમારે ફોનને હંમેશા ઓરિજનલ ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ. ઓરિજનલ ચાર્જર ખરાબ થઈ જાય તો માર્કેટથી સપોર્ટેડ ચાર્જર અથવા ઓરિજનલ ચાર્જર જ ખરીદો.
ચાર્જિંગ દરમિયાન ફોનનો યુઝ ન કરો
ઘણાં લોકો ફોનને ચાર્જિંગ પર લગાવીને તેને યુઝ કરવા લાગે છે. આ બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. ફોનને ચાર્જ પર મૂકીને ક્યારેય પણ હેવી કામ જેમ કે, ગેમ રમવી કે કેમેરા યુઝ વગેરે ન કરો. તેનાથી પ્રોસેસરનો યુઝ વધી જાય છે અને ફોન એક્સ્ટ્રા હીટ થઈ જાય છે.
લાંબો સમય ન કરો લો વોલ્ટેજ પાવર સપ્લાયનો યુઝ
ફોનને લાંબા સમય સુધી પાવર બેંક, લેપટોપ કે લો કરન્ટથી ચાર્જ ન કરવો જોઈએ. તેને માત્ર ઇમરજન્સી સુધી જ સીમિત રાખો. લો-વોલ્ટેજથી ચાર્જ થવાવાળી બેટરી લાંબો સમય સાથ નથી આપતી અને ખરાબ થઈ જાય છે.
ચાર્જ કરતી વખતે ફોન તકિયા નીચે ન રાખો
ઘણાં લોકો ફોનને ચાર્જ કરતી વખતે ફોન પોતાના તકિયા નીચે રાખીને સૂઈ જાય છે. આ બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. ફોન ચાર્જમાં હોય ત્યારે હીટ જનરેટ કરે છે. તેને નીકળવા માટે જગ્યા જોઈએ. ઘણી વખત આવી સ્થિતિમાં બેટરી ડેમેજ થવાના ચાન્સ વધી જાય છે.
વારંવાર ચાર્જ ન કરો ફોન
ફોનને ચાર્જમાં લગાવતા પહેલા તેને 50 ટકા સુધી ડિસ્ચાર્જ થવા દો. સતત ચાર્જ કરવાથી ફોનની બેટરી લાઇફ ઘટી જાય છે.