Mahisagar

શીર ગામે નલ સે જલ યોજનામાં પાણી આવેતે પહેલા ચોર પાઇપો ઉઠાવી ગયા

Published

on

(સલમાન મોરાવાલા સંતરામપુર)
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકના શીર ગામે ગુજરાત સરકાર દ્વારા કડાણા ભાગ.2.ફળીયા કનેકટીવીટી યોજના હેઠળ સંતરામપુર તાલુકા ના 32 ગામો માં નલ સે જલ યોજના હેઠળ ની કામગીરી ના કામ કરનાર ઈજારદાર મનીષ પટેલ ના ઓએ પીવીસી પાઈપો શીર ગામે સરપંચ ના ધરની બાજુની સરપંચ નીજ ખુલ્લી જમીન માં ઉતારી હતી હોળી ધુળેટી નો તહેવાર નિમિતે મજૂરો તેમનાં વતન માં જતાં રહેતા કામગીરી બંધ હતી ત્યારબાદ
લેબર વતન માંથી પરત આવતાં આ યોજના ની કામગીરી ફરી સરુ કરાઇ હતી જેથી સ્ટોક કરેલી પાઈપો ઓછી હોવાની શંકા જતાં તેની ગણત્રી કરાઇ હતી જે ચેક કરતાં 1500.નંગ પાઈપો કીંમત 27,09000.ની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયેલ અને આ પાઈપો નરસીંગપુર ગામે રોડની બાજુમાં આઇશર ટેમ્પા માથી ખાલી કરાયેલ હોવાનુ સીસીટીવી કેમેરા માં કેદ થયું હતું

આ ઘટના ની જાણ સંતરામપુર પોલીસમથકે કરતાં પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન કેટલાક ટ્રેકટરો માં શંકાસ્પદ પાઇપો નજરે પડતાં તપાસની કામગીરી  હાથ ધરી હતી

Advertisement

Trending

Exit mobile version