Gujarat
12 રાજ્યોની 93 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું આજે મતદાન, ઉમેદવારોનું ભાવિ થશે નક્કી
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 93 સીટો પર 1331 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં ભાજપના 82 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસના 68 ઉમેદવારો મેદાનમાં છે. બસપાના 79 અને સપાના 9 ઉમેદવારો છે, જ્યારે શરદ પવારની એનસીપીના 4 અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 4 ઉમેદવારો મેદાનમાં છે.
લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી, આજે 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં 1331 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે. તો સાથે જ 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં 17.24 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને 93 લોકસભા મતવિસ્તારોમાં તેમના પ્રતિનિધિઓને પસંદ કરશે. ગુજરાતના સુરત લોકસભા મતવિસ્તારમાં ભાજપના એકમાત્ર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવવતા 94 બેઠકોના બદલે 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 93 સીટો પર 1331 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં ભાજપના 82 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસના 68 ઉમેદવારો મેદાનમાં છે. બસપાના 79 અને સપાના 9 ઉમેદવારો છે, જ્યારે શરદ પવારની એનસીપીના 4 અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 4 ઉમેદવારો મેદાનમાં છે. એ જ રીતે એનડીએ કેમ્પમાંથી અજિત પવારની પાર્ટીના ત્રણ ઉમેદવારો અને એકનાથ શિંદેની શિવસેનાના બે ઉમેદવારો મેદાને છે.
જો આપણે 2019ની લોકસભા ચૂંટણીમાં આ 93 બેઠકોના પરિણામો પર નજર કરીએ તો ભાજપે 87 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 72 બેઠકો જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસ 77 સીટો પર ચૂંટણી લડી હતી અને માત્ર 4 સીટો જીતી શકી. આ ઉપરાંત સપાને 2, શિવસેનાએ 4 અને NCPને 2 બેઠકો મળી છે. આ સિવાય અન્ય પક્ષોને છ બેઠકો મળી હતી.
કોંગ્રેસને ત્રીજા તબક્કામાં ગુમાવવા જેવું કંઈ નથી, જ્યારે ભાજપ માટે 2024માં તેના 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું એ મોટો પડકાર છે. આ તબક્કાની 42 લોકસભા બેઠકો ભાજપ માટે મજબૂત અને કોંગ્રેસ માટે નબળી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે ત્રીજા તબક્કાની ચૂંટણી કોના માટે જીવનરક્ષક બની રહેશે અને કોના માટે ટેન્શનનું કારણ બનશે?
PM મોદી અને અમિત શાહ કરશે મતદાન
ત્રીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. PM મોદી રાણીપમાં આવેલી નિશાન સ્કુલ ખાતે આવેલ મતદાન મથકમાં વોટિંગ કરશે, સવારે 7:30 કલાકે વડાપ્રધાન મતદાન કરશે, તો અમિત શાહ નારણપુરા વિસ્તારમાં આવેલી સ્કુલમાં મતદાન કરશે.