Surat
રામસેતુનાં પુનઃનિર્માણ માટે આ ગુજરાતી યુવાને શરૂ કરી સાયકલ યાત્રા
સુનિલ ગાંજાવાલા
સુરત માં ભગવાન રામના સમયે બનાવવામાં આવેલો રામસેતુ 1480 બાદ પાણીમાં ડૂબી ગયો હતો.આ રામસેતુના પુનઃનિર્માણ માટે અને તેને પાણીની સપાટીની બહાર લાવવા માટે પાલનપુરના થરાદ ગામના એક બાવીસ વર્ષીય યુવાન જનકસિંહ ચૌહાણે સાયકલ ઉપર ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી છે. પોતાની યાત્રામાં 970નું અંતર કાપી આજે આ યુવાન સુરત પહોંચ્યો હતો.વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન શ્રીરામના આદેશથી સમુદ્ર પર પથ્થરોથી સેતુ બનાવવામાં આવ્યો હતો. રામ સેતુનું નિર્માણ મૂળ રૂપથી નલ નામના વાનરે કરાવ્યું હતું. કહેવાય છે કે, 15મી સદી સુધી રામસેતુ પર ચાલીને રામેશ્વરથી મન્નાર ટાપુ સુધી જવાતું હતું. પરંતુ ઇ.સ 1480માં આવેલા તોફાનમાં આ પુલ તૂટી ગયો અને પાણીમાં ડૂબી ગયો હતો અને આજે પણ આ રામસેતુનું સુમદ્રમાં અસ્તિત્વ છે.આ રામ સેતુનું પુનઃ નિર્માણ થાય અને ફરી વખત પાણીની ઉપર આવે તે માટે પાલનપુરના થરાદ ગામે રહેતા 22 વર્ષીય યુવક જનકસિંહ ચૌહાણએ 8000 કિલોમીટરની ચારધામ અને 12 જ્યોતિર્લીંગ યાત્રા સાઇકલ ઉપર શરૂ કરી છે.
26 માર્ચના રોજ દ્વારકાના નાગેશ્વરમ જ્યોતિર્લિંગથી યાત્રા શરૂ કરી 970 કી.મીનું અંતર કાપી જનક ચૌહાણ આજે સુરત આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણા વર્ષોથી રામાયણમાં રામસેતુના ઉલ્લેખ વિશે સાંભળ્યું હતું.ત્યારબાદ તેના વિશે તમામ માહિતી મેળવી અને જાણવા મળ્યું કે, 1480 સુધી રામસેતુ પાણીની બહાર દેખાતો હતો પરંતુ ત્યારબાદ તે પાણીમાં ડૂબી ગયો હતો અને ઘણા વર્ષોથી તેનું અસ્તિત્વ જોખમમાં છે આપણી ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા રામસેતુનું ફરી એક વખત નિર્માણ થાય અને લોકો તેને નિહાળે તે મેં વિચાર કર્યો.જનકસિંહ ચૌહાણે જણાવ્યુ કે, આ માટે કઈ રીતે હું આમાં સહભાગી થઈ શકું તે માટે મેં સાયકલ ઉપર ચારધામની યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું નક્કી કર્યું. સાયકલ પર યાત્રા કરવીએ પણ 8000 કિલોમીટર કે ખૂબ જ કઠિન હતું, એ છતાં પણ મેં મારા ઘરમાં વાત કરી અને તેઓએ મંજૂરી આપી, મને ઘણો સપોર્ટ કર્યો. અત્યાર સુધી મેં 970 કિલોમિટર અંતર કાપ્યું છે અને આગામી દિવસોમાં 7000 અંતર મારે કાપવાનું છે.જનકસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યુ કે, પ્રતિદિન હું 50 થી 90 કિલોમીટર સાયકલિંગ કરૂ છું અને રાતે જ્યાં પણ રોકાવાનું મળે ત્યાં હું રોકાઈ જાઉં છું.