Politics
‘આ મારી છેલ્લી ચૂંટણી છે’, સિદ્ધારમૈયા કર્ણાટક ચૂંટણીમાં ઈમોશનલ થયા
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમોશનલ કાર્ડ રમ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ આ ચૂંટણી પછી ચૂંટણીની રાજનીતિ છોડી દેશે. મૈસૂરના વરુણામાં એક રેલીને સંબોધતા સિદ્ધારમૈયાએ આ વાત કહી.
સિદ્ધારમૈયા વરુણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે
તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિદ્ધારમૈયાને વરુણા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધારમૈયાએ વરુણા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે અને પરિણામ 13 મેના રોજ આવશે.
સીએમનું નામ પાર્ટી નક્કી કરશે – સિદ્ધારમૈયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે. અમે જાતિના આધારે વોટ નથી માંગતા. અમે લિંગાયત સમુદાય સહિત તમામ સમુદાયોના મતોની અપેક્ષા રાખીએ છીએ, હવે પાર્ટી નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે.
કોંગ્રેસે 216 ઉમેદવારો જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે અત્યાર સુધીમાં 216 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બાકીની 8 બેઠકો માટે કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. આશા છે કે ટૂંક સમયમાં બાકીની બેઠકોના નામ પણ જાહેર કરવામાં આવશે.