Connect with us

Food

rajkots famous : આ છે રાજકોટના ફેમસ ઈશ્વરભાઈના ઘૂઘરા: જેનો છે આહ્‍લાદક ટેસ્ટ

Published

on

this-is-rajkots-famous-ishwarbhais-ghoogra-which-has-a-delightful-taste

rajkots famous સંજય ગોરડિયા કહે છે ,અમે તો પહોંચ્યા ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાને ત્યાં. આ ઈશ્વરભાઈની રાજકોટમાં જ ત્રણ બ્રાન્ચ છે. અમે રામકૃષ્ણનગર મેઇન રોડવાળી બ્રાન્ચ પર ગયા. બરાબરની ભીડમાં ૨૫-૩૦ લોકો ઊભાં-ઊભાં ઘૂઘરા ખાતા હતા. ઈશ્વરભાઈના ઘૂઘરાની વાત કરતાં પહેલાં તમને કહેવાનું કે આપણે ત્યાં વડાપાઉં, બટાટાવડાં અને સમોસાંનું મહત્ત્વ છે એમ નૉર્થમાં સમોસાં-કચોરી પુષ્કળ ખવાય તો સૌરાષ્ટ્રમાં ઘૂઘરાનું ચલણ છે.

ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાની વાત કરું તો તેમને ત્યાં બનતા હાથના પંજા કરતાં સહેજ નાનાઘૂઘરા હતા. ત્રણ ઘૂઘરા પ્લેટમાં મૂકી એના બે કટકા કરે અને પછી એની ઉપર મીઠી અને તીખી ચટણી નાખે. આ જે તીખી ચટણી હતી એ લસણ અને લાલ મરચાંની ચટણી, અદ્ભુત ટેસ્ટ. જે મીઠી ચટણી હતી એ મીઠી ચટણીમાં આમલીનું પ્રમાણ વધારે અને ગોળનું સહેજ ઓછું.

Advertisement

એમાં ખજૂરનો વપરાશ નહોતો થયો પણ આમલીને કારણે એ ચટણીનો ટેસ્ટ ચટાકેદાર હતો. ઘૂઘરાની વાત કહું તો એમાં બટાટાનું પૂરણ હતું, જેમાં નિમક અને હળદર સિવાય બીજું કંઈ નાખવામાં નહોતું આવ્યું. તીખાશ તો બિલુકલ નહીં, સહેજ અમસ્તી ખારાશ પણ તમે લુખ્ખું ખાઓ તો પણ ટેસ્ટી લાગે એવું. આખી પ્લેટમાં કઈ વરાઇટી ગેમ-ચેન્જર છે એ શોધવામાં જ મારાથી બે પ્લેટ ઘૂઘરા ખવાઈ ગયા, પણ સાચું કહું, મને પકડાયું નહીં કે કમાલ કોની છે. ઘૂઘરાની કે પછી એના પર પથરાયેલી ચટણીની. પણ હા, હું કહીશ કે ઘૂઘરા પર પડતી તીખી ચટણીને લીધે એ આખી વરાઇટી તાંડવ કરતી હતી એ પાક્કું.

રાજકોટમાં તમે જાઓ તો તમને ઘૂઘરા ઠેર-ઠેર મળશે અને સાંજના સમયે તો દર ૫૦૦ મીટરે એક ઘૂઘરાવાળો ઊભેલો દેખાય, પણ જો બેસ્ટ ઘૂઘરા ટેસ્ટ કરવા હોય તો ઈશ્વરભાઈના ઘૂઘરા ટેસ્ટ કરજો, જલસો પડી જશે.

Advertisement

  વધુ વાંચો

800 વર્ષ જૂના આ શિવમંદિર પર છત નથી કારણ જાણી તમને પણ આશ્ચર્ય થાસે

Advertisement

આ વ્યક્તિ 1.8 સેમી સુધી આંખોને બહાર કાઢે છે, ગિનીસ બુકમાં નોંધાયું છે નામ

 

Advertisement
error: Content is protected !!