Health
ડાયાબિટીસ થતા પહેલા શરીરમાં દેખાય છે આ સંકેત! જાણો શું છે લક્ષણો
પ્રી ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો હોઇ શકે છે પરસેવો અને ચક્કર આવવા. ડાયાબિટીસ દરમ્યાન શરીરના આંતરિક તાપમાનનુ સારું રહેવુ ખૂબ મુશ્કેલ હોય છે. ડાયાબિટીસ થયા બાદ શરીરના તાપમાન જાળવી રાખવાની પ્રાકૃતિક ક્ષમતા પૂરી થાય છે. તેથી ડાયાબિટીસના કારણે પરસેવો આવવો અને પરસેવાની કમી પણ થઇ શકે છે. પગમાં વધુ પરસેવો થવો, ચક્કર આવવા અથવા ભાગ બેરો થવો પણ પ્રી ડાયાબિટીસના લક્ષણો હોઇ શકે છે.
પ્રી ડાયાબિટીસની જાણકારી મેળવવી થોડી મુશ્કેલ
ડાયાબિટીસ થતા પહેલા શરીરમાં પ્રી ડાયાબિટીસના લક્ષણ દેખાય છે, જેની જાણકારી મેળવવી થોડુ મુશ્કેલ હોય છે. વધતુ શુગર લેવલ પ્રી ડાયાબિટીસનુ જોખમ બની શકે છે, પરંતુ પ્રી-ડાયાબિટીસને સારું કરી શકાય છે. જીવનશૈલીમાં ફેરફાર અને ડાયટથી પ્રી ડાયાબિટીસને સોલ્વ કરી શકાય છે. જેનાથી હાર્ટ સંબંધી સમસ્યાઓનુ જોખમ ઓછુ કરી શકાય છે.
શું છે પ્રી-ડાયાબિટીસ
જ્યારે લોહીમાં ગ્લૂકોઝનુ સ્તર સામાન્યથી વધારે હોય છે, પરંતુ ડાયાબિટીસની સીમા સુધી પહોંચતુ નથી તો તેને પ્રી ડાયાબિટીસ કહેવામાં આવે છે. પ્રી ડાયાબિટીસના કારણે શરીરમાં અનેક ફેરફાર થાય છે, જે સામાન્ય છે. તેથી લોકોને પ્રી-ડાયાબિટીસના લક્ષણો અંગે જલ્દી ખબર પડતી નથી.