Politics
‘આ વખતની વિધાનસભા ચૂંટણી લાવશે સુનામી’, ત્રિપુરાના CM માણિક સાહાનો મોટો દાવો

ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માનિક સાહાએ કહ્યું કે પીએમ મોદીએ રાજનીતિની વ્યાખ્યા બદલી છે. 16 ફેબ્રુઆરીએ યોજાનારી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી અંગે સાહાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ અગાઉની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં તેનું પ્રદર્શન સુધારશે.
સમાચાર એજન્સી ANI સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કર્યો છે. આ સિવાય રાજ્યમાં રેલવે, એરવેઝ, નેશનલ હાઈવે અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં ઘણો સુધારો થયો છે.
ભાજપને 36થી વધુ બેઠકો મળશે
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સાહાએ કહ્યું કે આ વખતની ચૂંટણી સુનામી લાવશે. તેમનું માનવું છે કે આ ચૂંટણીમાં કંઈ પણ થઈ શકે છે પરંતુ જે પણ થશે તે 2018થી ઓછું નહીં હોય. તમને જણાવી દઈએ કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 36 સીટો મળી હતી અને ગઠબંધન પાર્ટનરને 8 સીટો મળી હતી. તેમનો દાવો છે કે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 36થી વધુ બેઠકો મળશે.
16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે
60 સભ્યોની ત્રિપુરા વિધાનસભા માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મેઘાલય અને નાગાલેન્ડની સાથે ત્રિપુરાની ચૂંટણીની મતગણતરી 2 માર્ચે થશે. ભાજપે 2018ની ચૂંટણીમાં ડાબેરી મોરચાને તેના ગઢમાં હરાવીને રેકોર્ડ બનાવ્યો હતો. કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે પૂર્વ-ચૂંટણી કરાર અને ટીપ્રા મોથા ચૂંટણી પછી કોઈપણ પક્ષ સાથે હાથ મિલાવે તેવી સંભાવના વિશે પૂછવામાં આવતા, સાહાએ કહ્યું કે જાહેર વિશ્વાસની સામે કોઈ અંકગણિત કામ કરતું નથી.
ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડશે
આઈપીએફટી (ઈન્ડિજીનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા), જે ભાજપના સહયોગી છે, તેણે 2018ની ચૂંટણીમાં આઠ બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપ 55 સીટો પર અને તેની સહયોગી આઈપીએફટી પાંચ સીટો પર ચૂંટણી લડી રહી છે.